તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • પ્રવાસન ઉઘોગને વિકસાવવા ચેમ્બર ઓફ કોમર્સની બેઠકમાં મુદ્દો ચર્ચાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવાસન ઉઘોગને વિકસાવવા ચેમ્બર ઓફ કોમર્સની બેઠકમાં મુદ્દો ચર્ચાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઐતિહાસીક જૂનાગઢ શહેરમાં પ્રવાસન ક્ષેત્રે ભવિષ્યમાં એમઓયુ થવા જોઇએ

જૂનાગઢ શહેરમાં દોમડીયાવાડી ખાતે

આજરોજશહેરની દોમડીયા વાડી ખાતે ચેમ્બર ઓફ કોમર્સની બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદાઓ પર ગહન ચર્ચા વિચારણા થઇ હતી. મુખ્યત્વે જૂનાગઢમાં ઇન્ફ્રાસ્ટ્રકચર કેમ ડેવલ થાય તેમજ ટુરીઝમ ઉઘોગ વધુને વધુ વિકસાવવો મુદાઓ કેન્દ્ર સ્થાને રહ્યા હતા. પ્રવાસન નગરી જૂનાગઢમાં હજુ પણ ટુરીઝમ ક્ષેત્રે ખાસ કંઇ કરવામાં આવ્યું નથી. જૂનાગઢમાં વર્ષે લાખોની સંખ્યામાં આવતા પ્રવાસીઓ વધુને વધુ જૂનાગઢનાં ઐતિહાસિક વારસાથી પરીચીત થાય તેવું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવા બેઠકમાં ચર્ચા થઇ હતી. ઉપરાંત ભેંસાણ પાસે અથવા ખડીયા પાસે સફારી પાર્ક વિકસાવવામાં આવે તો ટુરીઝમ સાથે હોટલ બિઝનેસને પણ સારી તકો મળી શકે છે. જૂનાગઢ જિલ્લાનાં વિભાજન બાદ વેપાર ઉઘોગ કે પ્રવાસન ક્ષેત્રે ભવિષ્યમાં એમઓયુ થાય તો વિસ્તાર માટે કરવા જોઇએ.વર્ષો પહેલા સમગ્ર કાઠીયાવાડમાં જૂનાગઢ અગ્રણી હરોળનું શહેર હતું તે ફરી અગ્રીમ સ્થાને આવે એવી નેમ પણ બેઠકમાં વ્યકત કરાઇ હતી. ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સની વેબસાઇટ પણ આજે લોન્ચ કરવામાં આવી હતી. આજની બેઠકમાં કનુભાઇ દોમડીયા, જીતુભાઇ હિરપરા, ભુરાભાઇ દેશાઇ, ભીખાભાઇ ગજેરા, શશીકાંત ભીમાણી સહીતનાં હાજર રહ્યા હતા.

શહેરનાં વિકાસ મુદ્ે મળી બેઠક

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જય હો જૂનાગઢ, કમિટી મેમ્બર્સ, કલાકારોનું સન્માન કરાશે

દિવ્ય ભાસ્કર દ્વારા આયોજીત જય હો જૂનાગઢ મુકિત મહોત્સવમાં પણ ચેમ્બર ઓફ કોમર્સનાં સભ્યોએ જોડાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો તેમજ જય હો જૂનાગઢ અંતર્ગત યોજાનાર સ્પર્ધામાં સ્પર્ધકોને ટ્રોફી આપવા પણ હામી ભરી હતી. ઉપરાંત નવમી નવેમ્બરનાં રોજ જય હો જૂનાગઢ મુકિત મહોત્સવમાં શહેરીજનો ભાગ લે દિશામાં પ્રયાસો હાથ ધરવા પણ નક્કી કરાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો