તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેંસાણ-કેશોદમાં મારામારીનાં બનાવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભેંસાણઅને કેશોદમાં મારા મારીનાં બનાવમાં પોલીસે ફરિયાદો નોંધી હતી. ચુડા ગામે જીતેન્દ્ર કાનાણીની દુકાને ખાખરા હડમતીયાનાં પ્રતાપ હુદડે બાકી પૈસા રાખી કપડાની જોડી સીવી આપવા કહેતા તેની ના પાડતા શખ્સે બોલાચાલી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે ફરિયાદ નોંધી હે.કો. દવેએ તપાસ હાથ ધરી છે. જ્યારે કેશોદનાં જોનપુર ગામે વિક્રમભાઇ જીલડીયાને મંગલપુરનાં રમેશ કરશન ડાંગરે અગાઉનું મનદુ:ખ રાખી માર માર્યો હતો. જ્યારે કેશોદમાં માળીયાનાં લાલસીંગ અમરસીંગ તીલખીડીયા આંગડીયા પેઢીમાં પૈસા લેવા આવેલ ત્યારે અગાઉનું મનદુ:ખ રાખી મહેન્દ્રસીંગ, કાલુસીંગ, બલુસીંગ અને ઇમરનસીંગે બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી છરીથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. એએસઆઇ બાબરીયા અને હે.કો. સોજીત્રાએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો