તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટમાં પરિસરમાં મહિલાની છેડતી : આરોપી ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાજર વકીલોએ મહિલાને શખ્સ પાસેથી છોડાવી

ક્રાઇમ રિપોર્ટર|જૂનાગઢ

જૂનાગઢકોર્ટમાં સગા સાથે મુદતમાં આવેલી મહિલા સાથે એક શખ્સે ઝપાઝપી કપડા ફાડી નાખ્યા હતા.અને જાહેરમાં છેડછાડ કરતા પરિસરમાં ઓહાપોહ મચી ગયો હતો. હાજર વકીલે મહિલાને છોડાવી શખ્સને પોલીસ હવાલે કર્યો હતો.બનાવ અંગે પોલીસ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢ કોર્ટમાં આજે એક મહિલા તેના સગાને કોર્ટમાં મુદત હોવાથી તેની સાથે આવી હતી. જોકે કોર્ટ પરિસરમાંથી બહાર નીકળતી વખતે મનીષ વેજા મોકરીયા નામનો શખ્સ અચાનક તેની તરફ ધસી આવ્યો હતો.અને મહિલાના કપડા ફાડી નાખ્યા હતા.અને હાથના ભાગે ઉજરડા કરી ઇજા પહોચાડી હતી. અને શારિરિક છેડછાડ કરી હતી.ઘટના બાદ પરિસરમાં ઓહાપોહ મચી જવા પામ્યો હતો. ઘટના બાદ આસપાસના વકીલ અને અન્ય હાજર લોકો એકઠા થઇ ગયા હતા. અને મહિલાને છોડાવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને શખ્સને ઝડપી લીધો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. અંગે વધુ તપાસ પીએસઆઇ એન.જી જાડેજા ચલાવી રહ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપી માનસિક બિમાર હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, હકિકત તબીબને રીપોર્ટ આપ્યા બાદ જાણી શકાશે. બનાવને પગલે કોર્ટ પરિસરમાં ઓહાપો મચી ગયો હતો. જો કે, પોલીસે કડક કાર્યવાહી કરતા મોટી ઘટના બનતા અટકી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો