તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એકાંતરા પાણીનું વિતરણ કરવા લોકોમાં ઉઠતી માંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

શહેરમાંપાણી વિતરણ વ્યવસ્થાને લઇ બૂમરાળ ઉઠી રહી છે. ઉપરવાસનાં વોર્ડ વિસ્તારમાં લોકોને નર્મદાનાં તીર આવી ગયા હોવા છતાં દર બે દિવસે કે એકાંતરે પાણી નથી મળી રહ્યું વળી ચોમાસાની સીઝનમાં લાઇન લીકેજ થાય તો ગંદુ પાણી પણ ભળતું આવી જતું હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે.

જ્યાં સુધી ખપ પુરતો વરસાદ નહી ત્યાં સુધી જૂનાગઢ શહેર પરથી જળસંકટ નહી જાય. કોર્પોરેશન દ્વારા પાણીનું વિતરણ તો શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ લોકોની પાણી જરૂરીયાત પણ વધી રહી છે. ઉપરવાસનાં વોર્ડ વિસ્તારોમાં લોકો એકાંતરા અને વધુ ફોર્સમાં પાણી મળતું હોવાની ફરિયાદો કરે છે. કોર્પોરેશન દ્વારા વોર્ડ 8,9, 10માં તમામ લોકોને પાણી મળી રહે તેવા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. પરંતુ શહેરને નર્મદાનું માત્ર પાંચ એમએલડી પાણી મળી રહ્યું છે જે અપુરતુ છે. વળી એકાંતરે પાણી વિતરણ કરવામાં આવતું હોવાની પણ લોકો ફરિયાદ કરી રહ્યા છે. બે દિવસથી નર્મદાનું પાણી શર થયા બાદ ત્રણથી ચાર જગ્યાએ લાઇન લીકેજનાં પ્રશ્નો સર્જાયા છે. તો પાવર કટનાં કારણે પણ વિતરણ વ્યવસ્થાને અસર થઇ રહી છે. પરિણામે લોકોને નિયમિત પ્રમાણમાં પાણી વિતરણ કરી શકાતુ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો