તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓવૈસીનાં ભડકાઉ ભાષણ અમિત શાહ લખે છે : આપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ લગાડ્યા બેનર

પોલીટીકલ રીપોર્ટર | જૂનાગઢ

જૂનાગઢમાંઆમ આદમી પાર્ટી દ્વારા અમિત શાહ અને ઔવેસીનાં બેનર લગાડવામાં આવ્યા છે. બેનરમાં લખવામાં આવ્યુ છે કે ઔવેસી જે ભડકાવ ભાષણ આપે છે તે અમિત શાહ લખીને આપે છે.

અમિત શાહનાં વકીલ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. વકીલ અમિત શાહને લઇ નવા-નવા ફણગા ફોડી રહ્યા છે. જેનો આમ આદમી પાર્ટી લાભ લેવા માંગી રહી છે. ત્યારે જૂનાગઢમાં આમ આદમી પાર્ટીનાં ઇમ્તિયાજ પઠાણ, ફરીજ નાયક, મગન પોસીયા, જન્તી ડાંગર, આસીફ સહિતનાં કાર્યકરો ગાંધી ચોકમાં એકઠા થયા હતા.અને અમિત શાહ અને ઔવેસીનાં બેનર લગાડવામાં આવ્યા છે.બેનરમાં ઉલ્લેખ કર્યો છે કે,ઔવેસીનાં ભડકાઉં ભાષણો અમિત શાહ લખે છે. અમિત શાહ અને ઔવેસી મળીને દેશની જનતાને ગુમરાહ કરે છે. લડાવે છે.જૂનાગઢમાં આમ આદમી પાર્ટીનાં બેનરથી શહેરમાં ભારે ચર્ચા જાગી છે.

આપ કાર્યકરોએ ગાંધીચોક ખાતે બેનર લગાવ્યા હતા. તસ્વીર-મેહુલચોટલીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો