તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • કૃષિ યુનિવર્સિટીમાં તેજસ્વી છાત્રોનાં માતાનું સન્માન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ યુનિવર્સિટીમાં તેજસ્વી છાત્રોનાં માતાનું સન્માન કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અધ્યાપક મંડળ ત્રિવિધ સન્માન કાર્યક્રમ સંપન્ન

એજ્યુકેશન રીપોર્ટર |જૂનાગઢ

જૂનાગઢકૃષિ યુનિવર્સિટી અધ્યાપક મંડળ દ્વારા ત્રિવિધ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં કૃષિ પરિવારનાં ધોરણ 10 અને 12માં સારા માર્કસ લાવનાર બાળકો અને તેના 13 માતાનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અધ્યાપક મંડળ દ્વારા કૃષિ પરિવારનાં રોજમદાર વર્ગ થી કુલપતિ સુધીનાં કર્મચારીઓ ,અધિકારીઓનાં બાળકોનાં ધોરણ 10 , 12માં સાર માર્કસ લાવનાર 27 બાળકોનું સન્માન કરવામાં આવ્યુ હતુ. તેમજ નિવૃત થયેલા અધિકારો અને બેસ્ટ ટીચર્સ એવોર્ડ વિજેતા પાંચ શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં કુલપતિ ડો.એ.આર . પાઠક, કૈલાસબેન પાઠક, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, ડો.વી.પી. ચોવટિયા, ડો.એ.એમ. પારખિયા, ડો.એન.કે. ધમસાણીયા સહિતનાં હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ડો.પી.વી.પટેલ, અભાર વિધી ડો.એમ.એ. વાડદોરીયા કરી હતી. કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલા તેજસ્વી વિદ્યાર્થીઓનાં માતાનાં સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીનાં શિક્ષકો, અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા. સન્માન સમારોહમાં ધો.10 અને 12 માં સારા માર્કસ લાવનાર છાત્રનાં માતાનું સન્માન કરાયું હતું.

છાત્રોની માતાનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. તસ્વીર-મેહુલચોટલીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો