તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોમાસામાં બાળકો - સગર્ભાને વધુ અસર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિવીલમાં દૈનિક સેંકડો દર્દીઓની ઓપીડી : ખાનગી દવાખાના પણ દર્દીઓથી ઉભરાયા : સપ્તાહમાં 150 થી વધુ દર્દીઓ

ચોમાસામાં માથું ઉંચકતો રોગચાળો

ચોમાસાનીશરૂઆત સાથે ઘરે-ઘરે માંદગીનાં ખાટલાઓ જોવા મળી રહયા છેે. સીવીલ હોસ્પિટલ અને સરકારી આરોગ્ય કેન્દ્રો સહિત ખાનગી હોસ્પિટલો અને કલીનીકોમાં પણ દર્દીઓનું કીડીયારૂ ઉભરાઇ રહયું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વાઇરલ ઇન્ફકેશનનાં દર્દીઓ વધ્યા છે. જેમાં ખાસ તો વૃધ્ધો અને નાના બાળકો જલ્દીથી બિમારીનાં ઝાપટામાં આવી ચડે છે.

છેલ્લા એકાદ માસથી ચોમાસાની સીઝન શરૂ થઇ ચુકી છે. ચોમાસાની સીઝન એટલે ડોકટરો માટે કમાણીની સીઝન કહેવાય છે. સીઝનમાં દર્દીઓની સંખ્યામાં એકાએક ઉછાળો જોવા મળે છે. સરકારી ચોપડે નોંધાયેલા આંકડા પ્રમાણે મચ્છરજન્ય બિમારીનાં અસર જણાતા એક સપ્તાહમાં શહેરમાં 25, વાઇરલ ઇન્ફેકશનનાં 55, ઝાડા-ઉલ્ટીનાં 6, તાવ અને શરદીનાં 80 થી વધુ, પેટની બિમારીનાં આશરે 60 જેટલા થઇને 100 થી 150 દર્દીઓ નોંધાયેલા છે.

શહેરની સીવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યાનો આંક દૈનિક 100 થી વધુ હોય છ. જાયરે ખાનગી હોસ્પિટલો કે કલીનીકોમાં દૈનિક 300 થી 350 દર્દીઓ માત્ર વાયરલ ઇન્ફેકશનનાં નોંધાઇ રહ્યા છે.

છેલ્લા કેટલા દિવસથી શહેરમાં સુર્ય નારાયણનાં દર્શન દુર્લભ થયાં છે. ત્યારે ઠંડા વાતાવરણને કારણે વાઇરલ ઇન્ફેકશનમાં દર્દીઓમાં વધારો થયો છે

વરસાદી વાતાવરણમાં કાળજી લેવા શુ કરવું

{ વરસાદમાં નિકળવાનું ટાળો

{ વાસી ખોરાક ખાવો નહિ

{ પાણીને ગરમ કરીને પીવાનું રાખવું

{ મેંદાની વસ્તુનો ત્યાગ કરવો

{ જંકફુડ સદંતર બંધ કરવા

{ ફળ-ફળાદીનું સેવન વધારે પ્રમાણમાં કરવું

{ ઠંડાપીણાનું સેવન ટાળવું

{ દિવસ અને રાત્રીમાં હળવો ખોરાક કે જે જલ્દી પચી જાય એવો ખોરાક લેવો

{ રાત્રીનાં મચ્છરદાનીમાં સુવાનું રાખવાનું

{ ઘર કે આસપાસ પાણી ભરાવવા નહિ દેવાનું઼

શહેરમાં છેલ્લા 15 દિવસથી વાદળછાયું વાતાવરણ છે. જેને કારણે રોગચાળાએ માથું ઉંચક્યું છે. દરમિયાન શહેરમાં સૌથી વધુ બાળકો અને સગર્ભાને વધુ અસર થઇ રહી છે. ત્યારે આવી સિઝનમાં બાળકો અને સગર્ભાઓએ વિશેષ કાળજી રાખવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો