• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • મૃતક જૂનાગઢનાં ગાંધીગ્રામમાં રહેતા અને પશુપાલન સાથે રીક્ષા ચલાવતા

મૃતક જૂનાગઢનાં ગાંધીગ્રામમાં રહેતા અને પશુપાલન સાથે રીક્ષા ચલાવતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘાસચારો જોઇને આવતા હતા ત્યારે ભત્રીજો માવો લેવા ગયો અને કાકાને છરી મારી દીધી

ગાંધીગ્રામમાંરહેતા અને પશુપાલન તથા રીક્ષા ચલાવતા યુવાને મુસાફર ભરવા મુદ્દે બે દિવસ પહેલા અન્ય રીક્ષા ચાલક સાથે માથાકુટ થઇ હતી.જેનો ખાર રાખી આજે સાંજનાં કાકા અને ભત્રિજો વાડલા ફાટક બાજુથી ઘાસચારો જોઇએ આવતા હતા. ત્યારે વાડલા ફાટક પાસે ભત્રીજો માવો લેવા ગયો હતો.ત્યારે રીક્ષામાં આવેલા બે શખ્સે યુવાનને છરી મારી દીધી હતી. છરી મારતા મોત નિપજ્યું હતુ.

જૂનાગઢમાં ગાંધીગ્રામમાં રહેતા કિશનભાઇ મુળુભાઇ મોરી પશુપાલન સાથે ફુરસદનાં સયમમાં રીક્ષા ચલાવે છે. બે દિવસ પહેલા મુસાફર બેસાડવા મુદે અન્ય રિક્ષા ચાલક સાથે માથાકુટ થઇ હતી.આજે કિશનભાઇ અને તેના ભત્રીજા દિપકભાઇ ચનાભાઇ મોરી મોટર સાયકલ લઇને વાડલા ફાટક બાજુ ઘાસચારો જોવા ગયા હતા. પરત ફરતી વખતે વાડલા ફાટક નજીક રસ્તાની બાજુમાં ઉભા રહ્યા હતા અને કિશનભાઇનો ભત્રિજો દુકાને માવો લેવા ગયો હતો. ત્યારે રીક્ષામાં આવેલા બે શખ્સે કિશનભાઇને ગળાનાં ભાગે છરી મારી દીધી હતી. છરી મારી દેતા કિશનભાઇનું મોત નિપજ્યું હતુ. ઘટનાની જાણ થતા સી-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઅેસઆઇ બી. ડી. જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...