તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસે કચેરીમાં થાળી-વેલણ વગાડતા અટકાવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જુડાને જગાડવા બિલ્ડરોએ કર્યો ઘંટારવ, પરિણામ નહીં આવે તો બાંધકામ બંધ

જૂનાગઢમાંપ્લોટમાં ત્રણ મીટરની જગ્યા અને જીડીસીઆરનાં નિયમની સામે બિલ્ડરોએ ધરણાં શરૂ કર્યા છે. વિરોધ પ્રદર્શનનાં ત્રીજા દિવસે જુડાને જગાડવા બિલ્ડરોએ ઘંટારવ કરી થાળી વગાડી હતી. જોકે, કચેરીની અંદર થાળી-વેલણ વગાડતાં પોલીસે તેઓને અટકાવ્યા હતા. બિલ્ડરોએ રજુઆત કરી ચિમકી ઉચ્ચારી હતી કે, પરિણામ નહીં આવે તો બાંધકામ બંધ કરવાની ફરજ પડશે.

જૂનાગઢ બિલ્ડર્સ એસોસીએશનનાં નેજા હેઠળ બિલ્ડરો ધરણાં પર બેઠા છે. ધરણાનાં ત્રીજા દિવસે જુડાને જગાડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બિલ્ડરો થાળી-વેલણ અને ઘંટ લઇ જુડા કચેરીએ પહોંચી ગયા હતા.

અને જુડા કચેરીમાં ઘંટારવ કરવા માંગતા હતા. પરંતુ પોલીસે તેમને કચેરીમાં ઘંટરાવ કે થાળી વગાડવા દીધી હતી. અને પોલીસ સાથે સમાધાન થયું હતું. બિલ્ડર્સ એસોસીએશને જુડાનાં ચેરમેનને રજૂઆત કરી હતી કે, ટુંક સમયમાં પરિણામ નહી આવે તો બાંધકામ બંધ કરવાની ફરજ પડશે. તકે બિપીન શીંગાળા, સમીર રાજા, કેતન ટીલવા, મહેશભાઇ બારડ, વિજય નંદાણિયા, ભાવિક પંડ્યા સહિતનાં હાજર રહ્યા હતા.

બિલ્ડરોની ગાંધીગીરી : વડાપ્રધાનનાં જન્મદિને છાવણીમાં રક્તદાન કેમ્પ

સરકારનાંનિયમ સામે બિલ્ડરો ધરણાં પર બેઠા છે. પરંતુ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ હોઇ છાવણીમાં રકતદાન કેમ્પ રાખ્યો છે. તેમજ ગરીબ બાળકોને મીઠાઇનું વિતરણ કરી ગાંધીગીરી કરશે.જૂનાગઢનાં બિલ્ડરોને કનડતા પ્રશ્ને જુડા સામે ધરણા શરૂ કર્યા છે. અને રોજ વિરોધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આવતીકાલે નવતર પ્રયોગ કરવામાં આવશે. અંગે બિપીન શીંગાળાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં જન્મ દિવસની ઉજવણી સાઇટ પર કરવામાં આવશે. વડાપ્રધાનનાં જન્મ દિને રકતદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. તેમજ ગરીબ બાળકોને મીઠાઇનું વિતરણ કરવામાં આવશે. બિલ્ડરો દ્વારા વડાપ્રધાનનાં જન્મ દિવસની ઉજવણી કરી ગાંધીગીરી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...