તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં પત્ની રિસામણે જતા પતિનો આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાઆંબેડકરનગરમાં રહેતા યુવાનની પત્નિ રીસામણે પીયર જતી રહેતા યુવાનને લાગી આવતા ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જુવાનજોધ દિકરાના પગલાથી ઘરમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. બનાવ અંગે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

જૂનાગઢના આંબેડકરનગરમાં રહેતા હરસુખભાઇ રામજીભાઇ રાઠોડ નામના 27 વર્ષીય યુવાનની પત્નિ રીસામણે જતી રહેતા લાગી આવ્યુ હતુ.અને ગઇકાલે સવારે ઘરમાંજ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા સી ડિવિઝન પોલીસ સ્ટાફ દોડી ગઇ હતી.અને મૃતદેહને પીએમ માટે મોકલી આપી હતી. બનાવ અંગે સી ડીવિઝન પોલીસે નોધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...