તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનરેગામાં 2.37 કરોડનો ભ્રષ્ટાચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકાર દ્વારા નાના અને ગરીબ વર્ગનાં ગ્રામીણ મજુરોને સો ટકા રોજગારી મળી રહે તે હેતુસર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના(મનરેગા)ને અમલમાં મુકેલ છે. પરંતુ ગીર-સોમનાથ જિલ્લાનાં અધિકારીઓ માટે સ્વરોજગારીની યોજના હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં યોજના તળે અધિકારીઓ અને પદાધિકારીઓએ વડી કચેરીની સુચનાને અવગણી બે ગામોમાં પુરસંરક્ષણ દિવાલોનાં કામો કરાવી બે કરોડ સાડત્રીસ લાખનું કૌભાંડ આચરતા અને સુત્રાપાડા પોલીસમાં ફરીયાદ નોંધાયેલ છે.

સમગ્ર કૌભાંડ અંગે જિલ્લા વિકાસ અધિકારી અશોક કાલરીયાએ માહિતી આપતા જણાવેલ કે, ગીર-સોમનાથ જિલ્લાનાં વેરાવળ તાલુકાનાં હસનાવદર ગામે રૂ.એક કરોડ પાંચ લાખ તથા સુત્રાપાડા તાલુકાનાં સુંદરપરા ગામે રૂ. એક કરોડ બત્રીસ લાખનાં ખર્ચે પુરસંરક્ષણ દિવાલ બનાવવાનું કામ મનરેગા યોજના હેઠળ બે વર્ષ પૂર્વે મંજુર થયેલ હતું. જે તે સમયનાં વેરાવળ અને સુત્રાપાડા તાલુકાનાં ટીડીઓ, બંન્ને ગામનાં સરપંચ, તલાટીમંત્રી સાથે મનરેગા વિભાગનાં પ્રોગ્રામ આફિસરો- એકાઉન્ટ અને કર્મચારીઓએ નિયમોને નેવે મુકી હસનાવદર અને સુંદરપરા ગામે પુલ સંરક્ષણ દિવાલનાં કામો કરાવેલ હતા. જેમાં ગીર-સોમનાથ જિલ્લાનાં વિભાજન પૂર્વે જૂનાગઢ જિલ્લા પંચાયત હસ્તક બંન્ને કામોની વહીવટી મંજૂરી મેળવાય હતી. પરંતુ કામોમાં નિયમભંગ થતો હોવાનું જાણવા મળતા બંન્ને તાલુકાને લેખિત અને મૌખિક જાણ કરી પુરસંરક્ષણ દિવાલોનાં કામો કરાવવા તાકીદ કરેલ હતી. આમ, છતાં વડી કચેરીનાં આદેશની અવગણના સાથે અંધારામાં રાખી વેરાવળ તા.12/5/2016નાં રોજ એક દિવસે બંન્ને કામોનું કુલ રૂ.બે કરોડ સાડત્રીસ લાખનું ઓનલાઇન પેમેન્ટથી ચુકવણું કરી દેવામાં આવેલ હતું. જે અનુંસંધાને જિલ્લા પંચાયતને ફરીયાદ મળતા ગાંધીનગરથી ગ્રામ વિકાસ કમિશ્નર અને જિલ્લા ડીઆરડીએ વિભાગનાં અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા ગત તા.9 અને 10/7/16નાં રોજ બંન્ને ગામોની મુલાકાત લઇ પુરસંરક્ષણ દિવાલનાં થયેલ કામોની ચકાસણી કરવામાં આવેલ જેમાં મનરેગાનાં નિયમો વિરૂદ્ધ હલકી ગુણવતાવાળું કામ કરી સરકારી નાણાની ઉચાપત થઇ હોવાનું બહાર આવેલ જે અંગેનો રીપોર્ટ વિધિવત સરકારમાં કરવામાં આવેલ હતો. જે અંગે રાજ્ય સરકારનાં ગ્રામ પંચાયત વિભગનાં માર્ગદર્શન હેઠળ આજરોજ પ્રભાસપાટણ અને સુત્રાપાડામાં ટીડીઓ, મનરેગા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સહિત 17 સરકારી અધિકારી અને કર્મચારીઓ સાથે બંન્ને ગામનાં સરપંચ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

નાયબ જિલ્લા પ્રોગ્રામ કોર્ડીનેટર ફરજ મુક્ત

પ્રભાસપાટણ અને સુત્રાપાડામાં ફરિયાદ

મનરેગાકૌભાંડમાં બે જગ્યાએ ફરિયાદ નોંધાઈ છે. જેમાં જિલ્લાનાં ના. પ્રો.કોડીનેટર બાલપરીયા, વેરાવળ ટીડીઓ ડી.વી.ખુંટી, સુત્રાપાડા ટીડીઓ જે.કે.નવીયાળ, પ્રીઓડીટર વાળા, મદદનીશ પ્રોગામ અધિકારી અમીષા કુબાવત, એકાઉન્ટન્ટ ચારીયા, ટેકનિકલ બાંભણીયા, ઝણકાંટ, પાટણનાં મદદનીશ રાજા રામ, તા.પં. વર્કર સંજય રાઠોડ, ટેકનિકલ આસી. માલવર, એમઆઈએસ દેવ મુરારી સામે ફરિયાદ નોંદાઈ છે.

મનરેગા કૌભાંડનાં પગલે રાજ્ય સરકાર દ્વારા ગીર-સોમનાથ જિલ્લાનાં મનરેગા નાયબ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર મુનાફ બાલપરીયાને તાત્કાલીક અસરથી ફરજ મુક્ત કરવામાં આવેલ છે. જ્યારે વેરાવળ ટીડીઓ ડી.વી.ખુંટી અને સુત્રાપાડા ટીડીઓ જે.કે.નવીયાળા સહિત બંને ગામનાં સરપંચ શારદાબેન ધોળકીયા અને લક્ષ્મણ પંપાણીયા સામે ફરિયાદ નોંધાઈ છે.

કોડીનાર-સુત્રાપાડામાં4.5 કરોડનું કાગળ પર કૌભાંડ

ગ્રામણશ્રમિકો માટે જીવનદોરી સમાન મનરેગા યોજનાનો ભરપુર ગેરલાભ ગીર-સોમનાથ જિલ્લાનાં અધિકારીઓ ઉઠાવી રહ્યા છે અને શ્રમિકોની રોજગારીનાં બદલે અધિકારી સ્વરોજગારી ઉભી કરી રહ્યા છે. થોડા સમય પૂર્વે જિલ્લાનાં વનવિભાગનાં અધિકારીઓ દ્વારા પણ યોજના તળે કોડીનાર અને સુત્રાપાડામાં અંદાજે સાડા ચાર કરોડની રકમનાં કામો કાગળ પર કરી કૌભાંડ આચરેલ હતું. જેમાં અધિકારીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયેલ છે. જિ.પં.નાં કૌભાંડમાં ટીડીઓ સહિતનાં અધિકારીઓ સામે ફરજ મૌકુફીની તલવાર લટકી રહી છે.

વેરાવળ અને સુત્રાપાડાનાં ટીડીઓ અને સરપંચ સહિત 17 સામે ફરિયાદ, નિયમોને નેવે મુકી કરાયું હતું કામ

અન્ય સમાચારો પણ છે...