તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • નવસારી પહોંચે તે પહેલાં જૂનાગઢમાંથી પાસના 40 કાર્યકર અને કન્વિનરની અટક

નવસારી પહોંચે તે પહેલાં જૂનાગઢમાંથી પાસના 40 કાર્યકર અને કન્વિનરની અટક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી પહોંચે તે પહેલાં જૂનાગઢમાંથી પાસના 40 કાર્યકર અને કન્વિનરની અટક

જૂનાગઢ| શનિવારે નવસારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. મોદીનાં કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરવા જતા જૂનાગઢ સહિત જિલ્લાનાં 40 પાટીદારોને પોલીસે ઉઠાવી લીધા છે. ઝાંઝરડા રોડ ઉપર પાનનાં ગલ્લે બસની રાહ જોઇને ઉભા હતા ત્યારે પોલીસે ત્રાટકી હતી.અને તમામ પાટીદારોની અટક કરી હતી. સુરતમાં અમિત શાહનાં કાર્યક્રમમાં પાટીદારોએ વિરોધ કરી ભાજપનું નાક કાપી લીધુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સુરતવાળી થાય તે માટે રાજય સરકાર સજાગ થઇ ગઇ છે. નવસારી વિરોધ કરવા માટે જૂનાગઢ જિલ્લા કન્વિનર કેતન પટેલ સહિત કાર્યકરો જવાનાં હતા. પાસનાં કાર્યકરો સાંજનાં ઝાંઝરડા રોડ ઉપર પાનનાં ગલ્લે એકઠા થયા હતા. ત્યાંથી નવસારી જવાનાં હતા. બસ પકડે તે પહેલા પોલીસ પહોચી ગઇ હતી અને તમામની અટકાયત કરી હતી. ઉપરાંત અગાઉ ભાજપના કાર્યક્રમમાં હલ્લાબોલ કરનારાઓ પર પણ વોચ રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...