તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • લંડનમાં ગીર જંગલના વાતાવરણ અનુકૂળ સિંહનું પાંજરું તૈયાર થશે

લંડનમાં ગીર જંગલના વાતાવરણ અનુકૂળ સિંહનું પાંજરું તૈયાર થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝુલોજીકલ સોસાયટી ઓફ લંડન દ્વારા લંડન ખાતે સાસણમાં થતાં સિંહનાં બ્રીડીંગની જેમ લંડનમાં સિંહ સંવર્ધન માટેનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં સૂત્રોનાં જણાવ્યા મુજબ લંડનમાં ગુજરાતમાં ગીરનાં વાતાવરણ જેવું પાંજરૂ તૈયાર કરી સિંહને રાખવામાં આવશે.

એશિયાઇ સિંહોની વસ્તી માટે ગીર સેન્ચ્યુરી ગીર નેશનલ પાર્ક પ્રખ્યાત છે. ગીર વિસ્તારની આજુબાુમાં સિંહની વસ્તી સિમીત હોવાને કારણે તેમનાં સંવર્ધન માટે પ્રયાસો હાથ ધરાયા છે. જેમાં ઝુલોજીકલ સોસાયટી ઓફ લંડન દ્વારા એશિયાટીક સિંહોનું અભિયાન ચલાવવામાં આવે છે. લંડનમાં સિંહની પ્રજાતીનાં બ્રિડીંગ સંવર્ધન કેન્દ્ર માટેનાં પ્રયાસો હાથ ધરાયા છે. સાસણ ખાતે દેવળીયા બ્રિડીંગ જેવું લંડનમાં બ્રિડીંગમાં માટે પાંજરૂ તૈયાર થશે. ત્યાં પાંજરામાં ગીરની માફક વાતાવરણ ઉભું કરવામાં આવશે. ગામડાની માફક તેમાં વાતાવરણ ઉભુ કરી સિંહને વાતાવરણ પસંદ આવે તે પ્રકારની કામગીરી આરંભી દેવાઇ છે.

લંડનમાં એશીયાઇ સિંહનાં રહેઠાણ વસવાટ માટે વાતાવરણ બિલકુલ અનુકુળ બની રહે તે માટેનો પહેલા સર્વે ગીર ખાતે થયો હતો. સુત્રોનાં જણાવ્યા મુજબ સિંહનાં રહેઠાણ માટે લંડનમાં પાંજરૂ તૈયાર થઇ રહ્યું છે.

ઝુલોજિકલ સોસાયટીએ એશિયાઇ સિંહ અભિયાન માટે પ્રયાસો કરે છે

અન્ય સમાચારો પણ છે...