તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • યુવાને નેત્રયજ્ઞમાં 1 હજાર દર્દીનાં ઓપરેશન કરાવ્યા

યુવાને નેત્રયજ્ઞમાં 1 હજાર દર્દીનાં ઓપરેશન કરાવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢમાંશહેરમાં યુવાને નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કર્યું હતું અને 1 હજાર દર્દીઓનાં મોતિયાનાં સફળ ઓપરેશન કરાવ્યા હતા. જૂનાગઢમાં રહેતા સુમિત વ્યાસે દર માસ નેત્રયજ્ઞ કેમ્પનું યોજી 1 હજાર મોતિયાનાં સફાળ ઓપરેશન રાજકોટની રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટમાં કરાવ્યા છે. 14 માસથી તે નેત્રયજ્ઞ માટે આયોજન કરે છે. દર મહિનાની તા.22નાં ઝાંઝરડારોડ ખાતે ગાયત્રી મંદિરમાં નેત્રયજ્ઞનું આયોજન કરે છે. જેમાં આંખનાં દર્દીઓને દવા વગેરે આપે છે. તેમજ ઓપરેશન માટે રાજકોટથી રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મંદિર ખાતેથી દર્દીઓને લઇ જઇ ઓપરેશન પછી છોડી જાય છે. મોતિયાનાં ઓપરેશન ઠંડા ફ્રેકો મશીનથી થાય છે અને દર્દીને ઝડપી સારવાર મળે છે. તકે સુમિત વ્યાસે જણાવ્યું હતું કે, મને ઘરનો સપોર્ટી મળી રહે છે. તેમજ 3 હજાર દર્દીઓનાં આંખનાં મોતિયાનું ઓપરેશન કરાવવું છે.

અન્ય સમાચારો પણ છે...