તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • {છાત્રોએ રાજસ્થાની,કાશ્મીરી લોકનૃત્ય રજૂ કર્યા {શાળાઓનો ત્રિદિવસીય વાર્ષિકોત્સવ પૂર્ણ થયો

{છાત્રોએ રાજસ્થાની,કાશ્મીરી લોકનૃત્ય રજૂ કર્યા {શાળાઓનો ત્રિદિવસીય વાર્ષિકોત્સવ પૂર્ણ થયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{છાત્રોએ રાજસ્થાની,કાશ્મીરી લોકનૃત્ય રજૂ કર્યા {શાળાઓનો ત્રિદિવસીય વાર્ષિકોત્સવ પૂર્ણ થયો

એજ્યુકેશન રીપોર્ટર.જૂનાગઢ

વર્ષનાંઅંતે મોટાભાગની ખાનગી શાળાઓમાં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવતુ હોય છે. પરંતુ આંગળીનાં વેઢે ગણી શકાય તેટલી પ્રાજમીક શાળામાં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ સામે આવેલી ગ્રામોદ્યોગ મંદિર પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ તરવરાટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્રિદિવસીય વાર્ષિકોત્સવ આજે સંપન્ય થયો હતો.જેમાં મોટી સંખ્યામાં વાલીઓ, આગેવાનો હાજર રહ્યા હતા. પૂર્ણાહૂતિનાં દિવસે છાત્રોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. જેમાં શાળાનાં છાત્રોએ રાજસ્થાની નૃત્ય, કાશ્મીરી લોકનૃત્ય,રાષ્ટ્રભાવના જાગૃત કરતા દેશ ભક્તિનાં ગીત રજૂ કરી હાજર સૌકોઇને મંત્રમુગ્ઘ કરી દીધા હતા. ગ્રામોદ્યોગ મંદિર પ્રાથમિક શાળામાં સતત ત્રણ વર્ષથી બાળકો માટેનું અલાયદુ મેગેઝીન શિક્ષણામૃત પ્રકાશિત થાય છે. જેમાં શાળાની પ્રવૃતિઓ અને બાળકો દ્વારા સ્વરચિત કાવ્યો,વાર્તાઓ અને સાહિત્ય પ્રકાશિત કરવામાં આવે છે. ચાલુ વર્ષે શાળા દ્વારા ઇ-મેગેઝીન તૈયાર કરવામાં આવ્યુ છે. વાર્ષિકોત્સવનાં પ્રસંગે હાજર અગ્રણીઓ,શાળાનાં સ્ટાફની હાજરીમાં ઇ-મેગેઝીન લોન્ચ કરવામાં આવ્યુ હતુ. તેમજ શાળાએ પોતાનો બ્લોગ પણ લોન્ચ કર્યો હતો. વિશ્વનાં કોઇ પણ ખુણેથી ઇ-મેગેઝીન જોઇ શકાશે. શાળા વિશેની માહિતી પણ ઇ-મેગેઝીન અને બ્લોગ પર મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...