તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • મહિલા સાથે દુષ્કર્મની ઘટનામાં તબીબ પોલીસ ગિરફ્ત બહાર

મહિલા સાથે દુષ્કર્મની ઘટનામાં તબીબ પોલીસ ગિરફ્ત બહાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાસિવીલ હોસ્પીટલમાં ફરજ બજાવતા તબીબે મહિલા પર દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોધાવી તે દિવસથી તબીબ ભુગર્ભમાં ઉતરી ગયા હતો .પોલીસ પણ જાણે અંધારામાં તીર મારતી હોય તેમ તબીબને ઝડપી શકી નથી.અને હજુ મેડીકલ રીપોર્ટની રાહ જોઇ રહી છે. બનાવ અંગે વધુ તપાસ તાલુકા પોલીસ કરી રહી છે.

જૂનાગઢના જોષીપરામાં રહેતી મહિલાએ સિવિલ હોસ્પીટલમાં ફરજ બજાવતા ડો. અતુલ કુબાવત પર ફોન પર વાત કરી હર્ષદનગરમાં બોલાવી દુષ્કર્મ આચર્યુ હોવાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તબીબને પોલીસ ફરિયાદ નોધાઇ હોવાની ગંધ આવી જતા તે રાત્રે તેના ઘરેથી ફરાર થઇ ગયો હતો શરૂઆતમાં બે શખ્સ પોતે નિર્દોષ હોવાની વાત કરી રહ્યો હતો જોકે અંગે પોલીસમાં સત્તાવાર આવી જાણ કરતો નથી અને પોલીસથી દુર ફરી રહ્યો છે પોલીસ પણ જાણે હાલમાં અંધારામાં તીર મારી રહી હોય તેમ તપાસ ચલાવી રહી છે. મહિલાનો મેડીકલ ટેસ્ટ કરાવ્યા હતો. અને રીપોર્ટ હજુ મળ્યો હોવાથી પોલીસ પણ તેની રાહ જોઇ રહી છે

અન્ય સમાચારો પણ છે...