તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરંતર અલખ-અલખ બોલે તેનું નામ રૂખડ : બાપુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દત્તઅને દાતારની સમન્વય ભૂમિમાં માનસ રૂખડ રામકથાનો આજથી પ્રારંભ થયો છે. ભવનાથનાં પુનિત આશ્રમમાં કથા સ્થળ પર બપોરનાં મોરારીબાપુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. રીતે રાષ્ટ્રગાન સાથે કથાનું મંગલાચરણ થયુ હતુ. ભવનાથમાં શરૂ થયેલી રામકથાનું નામ માનસ રૂખડ આપવામાં આવ્યું છે. મોરારીબાપુએ કથાનાં પ્રારંભ સાથે રૂખડ શખ્દનાં અનેક અર્થ કહ્યા હતા. બાપુએ કહ્યું હતું કે, નિરંતર અલખ-અલખ બોલે તેનું નામ રૂખડ. જોકે, બાપુ આવતીકાલે સવારની કથામાં રૂખડ શબ્દની વ્યાખ્યા આપશે.

ભવનાથમાં આવેલા પુનિત આશ્રમની જગ્યામાં આજથી પ્રખર રામાયણી મોરારીબાપુની રામકથાનો પ્રારંભ થયો છે. બપોરનાં રામકથા સ્થળ પર મોરારીબાપુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. કથા દરમિયાન 24 કલાક રાષ્ટ્રધ્વજ અને રામ ધ્વજ રહેશે.

સાંજનાં 4 વાગ્યે પોથી પધરાવવામાં આવી હતી. બાદમાં માનસ રૂખડ રામકથાનો પ્રારંભ થયો હતો. વ્યાસપીઠેથી મોરારીબાપુએ કથાનું રસપાન કરાવતાં કહ્યું હતું કે, ગુરૂ દત્તાત્રેયનું સત્ય, માં અંબાનો પ્રેમ, ભવનાથની કરૂણા મને ખેંચી રહી છે. દત્ત અને દાતારની સમન્વય ભૂમિમાં કથા થતાં હું પ્રસન્નતા વ્યક્ત કરૂં છું. બાદમાં મોરારીબાપુએ રૂખડ શખ્દ અંગે કહ્યું હતું કે, જે અર્થ પ્રચલીત છે તે મારો રૂખડ નથી. રૂખડ સંજ્ઞા નથી. અવસ્થાનું નામ રૂખડ છે. રૂખડનો જન્મ અંબાજીમાં નવરાત્રી દરમિયાન કથા વખતે ચોથા નોરતે મારા શરીરમાં આવ્યો હતો. આજે રૂખડ જવાન થઇ ગયો છે. તે ધીરે-ધીરે મોટો થઇ રહ્યો છે. રૂખડ એક બ્રહ્મ છે. સાઘના, સત્ય, પ્રેમ, કરૂણાથી બનેલો મહાપુરૂષ રૂખડ છે. માયા જેનાં પગલે-પગલે ચાલે તેનું નામ રૂખડ. મરે નહીં તેનું નામ રૂખડ. અવિનાશી તત્વનું નામ રૂખડ. નિરંતર અલખ-અલખ બોલે તેનુ નામ રૂખડ. રૂખડનાં અનેક અર્થ છે. જે ચાર પ્રકારની મુર્ખતાથી પર છે તે રૂખડ છે.

દેશનાં અધિકારીઓ ખાવુ બંધ અને ગાવાનું શરુ કરે

દરેક રામકથામાં રાષ્ટ્રધ્વજ અને રામ ધ્વજ રહેશે

ભવનાથમાંશરૂ થયેલી રામકથામાં રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો. મોરારીબાપુએ કહ્યું હતું કે, દરેક રામકથાનાં સ્થળ ઉપર રાષ્ટ્રધ્વજ અને રામ ધ્વજ બંને રહેશે.

ગિરનાર સામે જોઇને ગાવું છે : બાપુ

રામકથામાંવ્યાસપીઠની સામે હનુમાનજીની તસ્વીર રાખવામાં આવે છે. બાપુ વારંવાર તેની સામે જોઇ કથાનું રસપાન કરાવે છે. ત્યારે ભવનાથમાં ચાલી રહેલી કથામાં વ્યાસપીઠેથી હનુમાનજી અને ગિરનાર દેખાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અંગે બાપુએ કહ્યું હતું કે, આજે ગિરનાર સામે જોઇને ગાવું છે.

બહેનોએ હનુમાન ચાલીસા, સુંદરકાંડનાં પાઠ કરવા

મોરારીબાપુએકહ્યું હતું કે, રાવણ પર વિજય બાદ જ્યારે હનુમાનજી લંકામાં ગયા ત્યારે રાક્ષસણીઓએ હનુમાનજીની પુજા કરી હતી. તો આપણી બહેનો કેમ કરી શકે બહેનોએ પણ હનુમાન ચાલીસા અને સુંદરકાંડનાં પાઠ કરવા જોઇએ.

રામકથાનાં રસપાન વખતે બાપુએ કહ્યું હતું કે, મારા દેશનાં અધિકારીઓ ખાવું બંધ કરે અને ગાવાનું શરૂ કરે. બાપુનાં વાક્યથી કથા મંડપમાં હાસ્ય રેલાઇ ગયું હતું.

નવ દિવસ સ્વચ્છતા રાખી રાષ્ટ્ર પ્રવાહમાં ભળો

મોરારીબાપુએકહ્યું હતું કે, કથામાં આવતા લોકો સ્વચ્છતા રાખી રાષ્ટ્ર પ્રવાહમાં ભળી જાવ. પ્રકૃતીને કોઇ પ્રકારનું નુકસાન કરતા. કથામાં આવતી દરેક વ્યક્તિ બે-બે વૃક્ષનું વાવેતર કરે.

બાળકોનેરાષ્ટ્ર પ્રેમ અને ધર્મ ભાવના શીખવાડો

જિલ્લાકલેકટર આલોકકુમાર પાંડેએ કહ્યું હતું કે, રાષ્ટ્રમાં વિરોધી તત્વો કામ કરી રહ્યા છે. મા દુર્ગાનું અપમાન થઇ રહ્યું છે. વાલીઓએ બાળકોમાં રાષ્ટ્રપ્રેમ અને ધર્મની ભાવના શીખવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...