તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • એપ્રેન્ટીસશીપનાં બોગસ સર્ટી. બનાવી લીધા, ગુનો નોંધાયો

એપ્રેન્ટીસશીપનાં બોગસ સર્ટી. બનાવી લીધા, ગુનો નોંધાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢઆઇટીઆઇનાં નામે એપ્રેન્ટીસશીપનાં બોગસ પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરનાર સુત્રાપાડાનાં ત્રણ શખ્સો સામે આઇટીઆઇનાં અધિકારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સુત્રાપાડામાં રહેતા પરેશ બારડ નામનાં શખ્સે આજથી એકાદ વર્ષ પહેલા એપ્રિલ-2014માં જૂનાગઢ આઇટીઆઇનાં એપ્રેન્ટીસશીપનાં ખોટા પ્રમાણપત્રો બનાવ્યાં હતાં અને રૂા.15 હજાર લઇ પ્રમાણપત્રો સુત્રાપાડાનાં સરફરાજ દાઉદ મલેક અને અજીત ગોવીંદ બારડને આપ્યા હતાં. ત્રણેય શખ્સોએ ખોટા એપ્રન્ટીસશીપ પ્રમાણપત્રોનો ખરા તરીકે ઉપયોગ કરી જૂનાગઢ આઇટીઆઇ સંસ્થા સાથે ઠગાઇ કરી હતી. દરમિયાન પ્રમાણપત્રોની ખરાઇમાં ખોટા હોવાનું માલુમ પડતાં એક વર્ષ પૂર્વે બોગસ પ્રમાણપત્રનાં મામલે ગત 26 ફેબ્રુ.2016નાં રોજ જૂનાગઢ આઇટીઆઇ એપ્રેન્ટીસશીપ વિભાગનાં અધિકારી ડી.પી.જોટાણીયાએ જૂનાગઢ એ-ડિવીઝન પોલીસમાં સુત્રાપાડાનાં ત્રણેય શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કલમ 465, 468 અને 471 મુજબ ગુનો નોંધી પીએસઆઇ એમ.એ.સિંહે આગળની તપાસ હાથ ધરી છે.

આઇટીઆઇ નાં એપ્રેન્ટીસશીપનાં ખોટા પ્રમાણપત્રો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરીને સરકારી સંસ્થા સાથે સુત્રાપાડાનાં ત્રણેય કિમીયાબાજ શખ્સોએ છેતરપીંડી કર્યાનાં બનાવથી ચકચાર પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...