તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરિભક્તોએ 6 કલાક ધુન બોલાવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ અક્ષરમંદિરની પ્રતિષ્ઠા પ્રમુખસ્વામી મહારાજે કરી હતી : અનેક હરિભક્તોનાં ઘરે પ્રમુખસ્વામીજીએ પધરામણી કરી હતી

અક્ષરપુરૂષોતમસ્વામીનારાયાણ સંસ્થાનાં(બીએપીએસ)નાં વડા પ્રમુખસ્વામી મહારાજ આજે બ્રહ્મલીન થયા છે. પ્રમુખસ્વામી મહારાજનો જૂનાગઢ સાથે વર્ષો જુનો નાતો રહ્યો છે. જૂનાગઢ અક્ષરમંદિરનાં ખાતમુર્હૂત અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પ્રમુખ સ્વામીજી જૂનાગઢ પધાર્યા હતા.તેમજ જૂનાગઢમાં અનેક હરીભક્તોનાં ઘરે પઘરામણી કરી હતી. આજે પ્રમુખસ્વામીજી બ્રહ્મલીન થતા જૂનાગઢ અક્ષરમદિર ખાતે સાંજના સાત વાગ્યાથી રાત્રીનાં 12 વાગ્યા સુધી હરી ભક્તોએ ધુન બોલાવી હતી.

જૂનાગઢનાં વંથલી રોડ ઉપર વિશાળ જગ્યામાં અશર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ 2001માં અક્ષરમંદિરનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતુ.ત્યારે પુજ્ય પ્રમુખસ્વામીજી જૂનાગઢ પઘાર્યા હતા.બાદ વર્ષ 2006માં અક્ષરમંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પણ પધાર્યા હતા. પ્રસંગે જૂનાગઢની ભાગોળે આવેલા સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. અક્ષર મંદિર બન્યા તે પહેલા હરી મંદિર ખાતે અનેક વખત પધાર્યા હતા.જૂનાગઢમાં અનેક હરીભક્તોનાં ઘરે પધરામણી કરી હતી. પ્રમુખસ્વામીજી આજે બ્રહ્મલીન થતા જૂનાગઢનાં હરીભક્તોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.તેમજ પ્રમુખસ્વામીજી બ્રહ્મલીન થતા હરી ભક્તો અક્ષરમંદિરે પહોચી ગયા હતા. સાંજનાં 7 વાગ્યાથી રાત્રીનાં 12 વાગ્યા સુધી ધુન બોલાવી હતી. આવતીકાલે પણ ધુન-સંત્સગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમજ તા. 16નાં જૂનાગઢ જિલ્લાનાં હરિભક્તોનો દર્શન માટેનો સમય છે.જેના માટે અક્ષરમંદિર ખાતેથી બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાત્રિનાં 12 વાગ્યા સુધી ધુન બોલાવી હતી. તસ્વીર- મેહુલ ચોટલીયા

^ સામાજી,શૈક્ષણિક અને આધ્યામિક ક્ષેત્રે વૈશ્વિક લેવલે પ્રમુખસ્વામીજીનું મોટુ યોગદાન રહ્યું છે. ભગવાને સોપેલા કામ પૂર્ણ કરી આજે પરધામ સીધાવ્યા છે.પ્રમુખસ્વામીજી સદીનાં એક અંશાવતાર હતા. > અશોકભટ્ટ, સામાજીકકાર્યકર

સદીનાં અંશાવતાર હતા

^1998માં પ્રમુખસ્વામીજી જૂનાગઢ પધાર્યા હતા. તે દરમિયાનાં મારા ઘરે પધરામણી કરી હતી.તે દિવસથી મારો ભાગ્યોદય થયો હતો. દોઢ કલાકનાં રોકાણ દરમિયાન મારી સાથે ચર્ચા કરી હતી.હુ શિક્ષણકાર્ય સાથે જોડાયેલો છું તેવી વાત થતા પ્રમુખસ્વામજી પ્રભાવિત થયા હતા.તેમા આશિર્વાદ પછી શિક્ષણક્ષેત્રે ખુબ પ્રગતી કરી છે.અાજે પુજય પ્રમુખસ્વામીજી બ્રહ્મલીન થયા છે.પરંતુ તેની સ્મૃતી આજે પણ તાજી છે. > જી.પી.કાઠી,આલ્ફાસ્કુલનાં સંચાલક

મારા શિક્ષણ કાર્યથી પ્રમુખસ્વામીજી ખુશ થયા હતા

પ્રમુખ સ્વામીજી બ્રહ્મલીન થતાં મોટી ખોટ પડી છે

^પ્રમુખસ્વામિજી મહારાજ બ્રહ્મલીન થયા છે. જેનાથી સંતગણો અને હિન્દુ ધર્મમાં એક મોટી ખોટ પડી છે. પ્રમુખ સ્વામીજી મહારાજે ધર્મો અને સંસ્કૃતિની દેશનાં સીમાડાની બહાર વિદેશ સુધી ફેલાવી છે. પ્રભુ તેમનાં આત્માને પરમ શાંતિ આપે તેવી અભ્યાર્થનાં. > જીતુહીરપરા, મેયર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો