તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ રેલ્વેની લોકલ ટ્રેનમાં અલગ લેડીઝ કોચ લગાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ રેલ્વેની લોકલ ટ્રેનમાં અલગ લેડીઝ કોચ લગાવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢરેલ્વે સ્ટેશનની કન્સલટેટીવ કમિટીની બેઠક મળી હતી. જેમાં પેસેન્જરની સગવડતા માટે મહત્વનાં 6 નિર્ણયો લેવાયા હતા. મહિલાઓ માટે અલગ એક કોચ લગાડવામાં આવશે અને સુવિધા પુરી પાડવામાં અાવશે.

જૂનાગઢ રેલ્વેમાં કન્સલટેટીવ કમિટીની બેઠક મળી હતી. જેમાં કમિટીનાં સભ્યોએ ઉપસ્થિત રહી 6 મહત્વનાં મુદ્દાઓએ નિર્ણય લીધા હતા. બે અગત્યની ટ્રેન પ્લેટફોર્મ 2માંથી પ્લેટફોર્મ 1માં લેવાશે. સૌરાષ્ટ્ર મેઇલ તથા સોમનાથ મેઇલ 1 નંબરનાં પ્લેટફોર્મમાં લાવવામાં આવશે. તેમજ મહિલાઓ માટે અલગથી લેડીઝ કોચ લગાડવામાં આવશે. બેઠકમાં સ્ટેશન મેનેજર એ.એન.ભાર્ગવની ચેમ્બરમાં વેસ્ટર્ન રેલ્વે ભાવનગરપરાનાં આસી. કોમર્શીયલ મેનેજર એ.એમ.શેખની આગેવાનીમાં મળી હતી. કમિટીનાં સભ્યોમાં રમેશભાઇ શેઠ, કિશોરભાઇ ચોટલીયા, ડો. પાર્થ ગણાત્રા, ગીરીશભાઇ નથવાણી, વર્ષાબેન બોરીચાંગર, ભાવિન ચૌહાણ, મનોજભાઇ સોલંકી, જિતેન્દ્ર મણવર, કિરણબેન રામાણી, ડીસીઆઇએમ જિતુભાઇ, આઇપીએમ-આરપીએફ એ.પી.સિંહ, એચ.પી.કવા, ટ્રાફિક ઇન્સપેક્ટર ઉમેશ ત્રિવેદી, એન.એ.ગોકાણી વગેરે હાજર રહ્યા હતા.

રેલ્વેમાં શું બદલાવો થશેω?

>દરેક લોકલ ટ્રેનમાં 1 કોચ ટુંક સમયમાં વધારાશે

> પ્લેટફોર્મ 1માં વધુ ટ્રેન આવે તેવું આયોજન

> જબલપુર અેક્સપ્રેસમાં રાજકોટ-અમદાવાદ સુધી કોચ નં એચ.6-7માટે યુટીએસ કાઉન્ટર ઉપરથી ટિકટ મળી શકશે. જેમાં રીઝર્વેશન ચાર્જ નહીં લાગે

> પ્લેટફોર્મ નં.2 ઉપર જવા માટે વૃદ્ધ-અશક્ત-અપંગ માટે લીફટની કાર્યવાહી પ્રોસીજરમાં છે.

> રેલ્વે સ્ટેશનની સફાઇ માટે 3 નવા મશીન ટુંક સમયમાં આવી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો