તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15 જુગારીઓને 3.31 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢમાંશ્રાવણીયા જુગાર ની મોસમ જાણે પુર બહારમાં ખીલી હોય તેમ ઠેરઠેર જુગારના હાટડાઓ ધમધમી રહ્યા છે. ત્યારે એસપી નિલેશ જાજડીયાના અાદેશથી જિલ્લામા પોલીસે કડક કામગીરી હાથ ધરી હતી. દરમિયાના આજે હનુમાન પરામાં આવેલ એક મકાનમાં ઘોડી પાસાનો જુગાર રમતા હરેશ અરજણ ચુડાસમા,જેન્તી મોહન વોરા,ગની અમીનભાઇ કચરા,રાજેશ લખમણ ભાલીયા,નિલેશ ગોપાલ અાત્રોલીયા,રણજિત ઉર્ફે રણિયો જેસીંગભાઇ અોરા ને ઘોડી પાસાનો જુગાર રમતીપીએસઆઇ સી.જી.જોષીએ ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 12470નો મુદામાલ કબજે કર્યો હતો અને વધુ તપાસ માટે બી ડીવિઝન પોલીસમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી અન્ય એક બનાવમાં તાલુકા પોલીસના પીએસઆઇ જે.ડી પંડ્યાએ તીન પતીનો જુગાર રમતા લલીત જગજીવન પીઠવા,રમેશ કાળા સોલંકી,પ્રકાશ ધનસુખ જેઠવાને ઝડપી લીધા હતા. અને તેની પાસેથી રૂ 4320નો મુદામાલ કબજે કર્યો હતો.

એલસીબી પી.આઇ. બી.એમ.ચોેધરીના માર્ગદર્શનમાં પી.એસ.આઇ. જે.પી.જાડેજા અને સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે તળાવ દરવાજા નજીક આવેલ જયદીપ એપાર્ટમેન્ટમાં નરેન્દ્ર માલદે ભાઇના બ્લોકમાં ત્રાટક્યા હતા. અને તીન પત્તીનો જુગાર રમતા નરેન્દ્ર અાહીર, કિશોર રાદડીયા, રમેશ ધોળકીયા, દેવીભાઇ કોટડીયા, હિતેષ કોટડીયા, વિનોદ ધોળકીયા,જયમલ પરમારને ઝડપી લીધા હતા. અને તેમની પાસેથી રોકડ 80,900,રૂ 3500ની કિમતના 7 મોબાઇલ,20,000ની કિમતના 5 બાઇક સહિત રૂ 3.15 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો