• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • નિયમો નેવે મૂકી અધિકારી પદાધિકારીઓએ પુરસંરક્ષણ દિવાલોનાં કામો કરાવ્યા

નિયમો નેવે મૂકી અધિકારી-પદાધિકારીઓએ પુરસંરક્ષણ દિવાલોનાં કામો કરાવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્ર સરકાર દ્વારા નાના અને ગરીબ વર્ગનાં ગ્રામીણ મજુરોને સો ટકા રોજગારી મળી રહે તે હેતુસર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના(મનરેગા)ને અમલમાં મુકેલ છે. પરંતુ ગીર-સોમનાથ જિલ્લામાં યોજનાની કઇક ઉલ્ટી ગંગા વહી રહી છે. મજુરોને રોજગારીનાં બદલે ગીર-સોમનાથ જિલ્લાનાં અધિકારીઓ માટે સ્વરોજગારીની યોજના હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં યોજના તળે અધિકારીઓ અને પદાધિકારીઓએ વડી કચેરીની સુચનાને અવગણી બે ગામોમાં પુરસંરક્ષણ દિવાલોનાં કામો કરાવી બે કરોડ સાડત્રીસ લાખનું કૌભાંડ આચરતા અને સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયેલ છે.

ગીર-સોમનાથ જિલ્લાનાં વેરાવળ તાલુકાનાં હસનાવદર ગામે રૂ.એક કરોડ પાંચ લાખ તથા સુત્રાપાડા તાલુકાનાં સુંદરપરા ગામે રૂ. એક કરોડ બત્રીસ લાખનાં ખર્ચે પુરસંરક્ષણ દિવાલ બનાવવાનું કામ મનરેગા યોજના હેઠળ બે વર્ષ પૂર્વે મંજુર થયેલ હતું. જે તે સમયનાં વેરાવળ અને સુત્રાપાડા તાલુકાનાં ટીડીઓ, બંન્ને ગામનાં સરપંચ, તલાટીમંત્રી સાથે મનરેગા વિભાગનાં પ્રોગ્રામ આફિસરો- એકાઉન્ટ અને કર્મચારીઓએ નિયમોને નેવે મુકી હસનાવદર અને સુંદરપરા ગામે પુલ સંરક્ષણ દિવાલનાં કામો કરાવેલ હતા. જેમાં ગીર-સોમનાથ જિલ્લાનાં વિભાજન પૂર્વે જૂનાગઢ જિલ્લા પંચાયત હસ્તક બંન્ને કામોની વહીવટી મંજૂરી મેળવાય હતી. પરંતુ કામોમાં નિયમભંગ થતો હોવાનું જાણવા મળતા બંન્ને તાલુકાને લેખિત અને મૌખિક જાણ કરી પુરસંરક્ષણ દિવાલોનાં કામો કરાવવા તાકીદ કરેલ હતી. આમ, છતાં વડી કચેરીનાં આદેશની અવગણના સાથે અંધારામાં રાખી વેરાવળ તા.12/5/2016નાં રોજ એક દિવસે બંન્ને કામોનું કુલ રૂ.બે કરોડ સાડત્રીસ લાખનું ઓનલાઇન પેમેન્ટથી ચુકવણું કરી દેવામાં આવેલ હતું. જે અનુંસંધાને જિલ્લા પંચાયતને ફરીયાદ મળતા ગાંધીનગરથી ગ્રામ વિકાસ કમિશ્નર અને જિલ્લા ડીઆરડીએ વિભાગનાં અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા ગત તા.9 અને 10/7/16નાં રોજ બંન્ને ગામોની મુલાકાત લઇ પુરસંરક્ષણ દિવાલનાં થયેલ કામોની ચકાસણી કરવામાં આવેલ જેમાં મનરેગાનાં નિયમો વિરૂદ્ધ હલકી ગુણવતાવાળું કામ કરી સરકારી નાણાની ઉચાપત થઇ હોવાનું બહાર આવેલ જે અંગેનો રીપોર્ટ વિધિવત સરકારમાં કરવામાં આવેલ હતો. જે અંગે રાજ્ય સરકારનાં ગ્રામ પંચાયત વિભગનાં માર્ગદર્શન હેઠળ બંન્ને ગામોમાં ગેરરીતી અને સરકારી નાણાની ઉચાયત બદલ આજરોજ પ્રભાસપાટણ અને સુત્રાપાડા પોલીસમાં ટીડીઓ, મનરેગા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સહિત 17 સરકારી અધિકારી અને કર્મચારીઓ સાથે બંન્ને ગામનાં સરપંચ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ના. જિલ્લા પ્રોગ્રામ કોર્ડીનેટર ફરજમુક્ત

મનરેગાકૌભાંડનાં પગલે રાજ્ય સરકાર દ્વારા ગીર-સોમનાથ જિલ્લાનાં મનરેગા નાયબ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર મુનાફ બાલપરીયાને તાત્કાલીક અસરથી ફરજ મુક્ત કરવામાં આવેલ છે. જ્યારે કૌભાંડમાં સામેલ ટીડીઓ સહિતનાં અન્ય સરકાર કર્મચારીઓ સામે કાયદેસરનાં પગલા ભરવા અંગે જિલ્લા પંચાયત દ્વારા રાજ્ય સરકારમાં રીપોર્ટ કરવાની તજવીજ હાથ ધરાયેલ હોવાનું ડીડીઓ અશોક કાલરીયાએ જણાવેલ છે.

પ્રભાસપાટણપોલીસમાં ફરિયાદ

અંગેપ્રભાસપાટણ પોલીસમાંથી પ્રાપ્તવિગતોનુસાર ડીઆરડીએનાં નિયમક કેતન નાયકએ વેરાવળનાં ટીડીઓ ડી.વી. ખુંટી, નાયબ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર, મુનાફ બાલાપરીયા, પ્રીઓડીટર, અનિલ વાળા, મદદનીસ પ્રોગ્રામ અધિકારી, રાજા રામ, એકાઉન્ટ, ભરત ચારી, તા.પં.વર્કર, સંજય રાઠોડ, ટેક્નિકલ આસી, લલીત માલવર, એમ.આઇ.એસ., દિપક દેવમુરારી, તલાટીમંત્રી, અસલમ સુમરા, હસનાવદરનાં મહિલા સરપંચ શારદાબેન ગોવિંદભાઇ ધોળકીયા સોમ રૂ.એક કરોડ પાંચ લાખનું પુરસંરક્ષણ દિવાલનું નબળુ કામ કરી સરકારી નાણાની ઉચાપત કર્યા અંગે ફરિયાદ નોંધાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...