તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરંતર અલખ બોલે તેનું નામ રૂખડ : બાપુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દત્તઅને દાતારની સમન્વય ભૂમિમાં માનસ રૂખડ રામકથાનો આજથી પ્રારંભ થયો છે. ભવનાથનાં પુનિત આશ્રમમાં કથા સ્થળ પર બપોરનાં મોરારીબાપુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. અને રાષ્ટ્રગાન સાથે કથાનું મંગલા ચરણ થયુ હતુ. ભવનાથમાં શરૂ થયેલી રામકથાનું નામ માનસ રૂખડ આપવામાં આવ્યુ છે. મોરારીબાપુએ કથાનાં પ્રારંભ સાથે રૂખડ શખ્દનાં અનેક અર્થ કહ્યા હતા. બાપુએ કહ્યુ હતુ કે, નિરંતર અખલ-અખલ બોલે તેનું નામ રૂખડ. જોકે બાપુ આવતીકાલેની સવારની કથામાં રૂખડ શબ્દની વ્યાખ્યા આપશે.

ભવનાથમાં આવેલા પુનિત આશ્રમની જગ્યામાં આજથી પ્રખર રામાયણી મોરારીબાપુની રામકથાનો પ્રારંભ થયો છે. બપોરનાં રામકથા સ્થળ પર મોરારીબાપુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. કથા દરમિયાન 24 કલાક રાષ્ટ્રધ્વજ અને રામ ધ્વજ રહશે. સાંજનાં 4 વાગ્યે પોથી પઘરાવવામાં આવી હતી. બાદ માનસ રૂખડ રામકથાનો પ્રારંભ થયો હતો. વ્યાસપીઠેથી મોરારીબાપુએ કથાનું રસપાન કરાવતા કહ્યુ હતુ કે, ગુરૂ દત્તાત્રેયનું સત્ય, માં અંબાનો પ્રેમ, ભવનાથની કરૂણા મને ખેંચી રહી છે. દત્ત અને દાતારની સમન્વય ભૂમિમાં કથા થતા હુ પ્રસન્તા વ્યક્ત કરૂ છુ. બાદ મોરારીબાપુએ રૂખડ શખ્દ અંગે કહ્યુ હતુ કે, જે અર્થ પ્રસલીત છે તે મારો રૂખડ નથી.રૂખડ સંજ્ઞાનાં નથી. અવસ્થાનું નામ રૂખડ છે. રૂખડનો જન્મ અંબાજીમાં નવરાત્રી દરમિયાન કથા વખતે ચોથા નોરતે મારા શરીરમાં આવ્યો હતો. આજે રૂખડ જવાન થઇ ગયો છે. ધીરે-ધીરે મોટો થઇ રહ્યો છે. તેમજ રૂખડ એક બ્રહ્મ છે.સાઘના,સત્ય, પ્રેમ,કરૂણાથી બનેલો મહાપુરૂષ રૂખડ છે. માયા જેના પગલે - પગલે ચાલે તેનુ નામ રૂખડ છે.મરે નહી તેનુ નામ રૂખડ છે. અવિનાસી તત્વનું નામ રૂખડ છે. નિરંતર અખલ-અખલ બોલે તેનુ નામ રૂખડ છે. રૂખડનાં અનેક અર્થ છે. ચાર પ્રકારની મુર્ખતાથી પર છે તે રૂખડ છે આવતીકાલે રૂખડની વ્યાખ્યા કરીશુ.

ગિરનાર સામે જોઇને ગાવું છે : બાપુ |રામકથામાં વ્યાસપીઠનીસામે હનુમાનજીની તસ્વીર રાખવામાં આવે છે. બાપુ વારંવાર તેની સામે જોઇ કથાનું રસપાન કરાવે છે. ત્યારે ભવનાથમાં ચાલી રહેલી કથામાં વ્યાસપીઠેથી હનુમાનજી અને ગિરનાર દેખાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અંગે બાપુએ કહ્યુ હતુ કે, આજે ગિરનાર સામે જોઇને ગાવુ છે.

દેશનાં અધિકારીઓ ખાવું બંધ અને ગાવાનું શરુ કરે

રામકથાનાંરસપાન વખતે બાપુએ કહ્યુ હતુ કે, મારા દેશનાં અધિકારીઓ ખાવુ બંધ કરે અને ગાવાનું શરૂ કરે. બાપુનાં વાક્યની કથા મળતમાં હાસ્ય રેલાય ગયુ હતુ.

નવ દિવસ સ્વચ્છતા રાખી રાષ્ટ્ર પ્રવાહમાં ભળી જઇએ

મોરારીબાપુએકહ્યુ હતુ કે, કથામાં આવતા લોકો સ્વચ્છતા રાખી રાષ્ટ્ર પ્રવાહમાં ભળી જાવ. તેમજ પ્રકૃતીને કોઇ પ્રકારનું નુકશાન કરતા . કથામાં આવતા દરેક વ્યકતી બે - બે વૃક્ષનું વાવેતર કરે.

ભવનાથમાં શરૂ થયેલી રામકથામાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. મોરારીબાપુએ કહ્યુ હતુ કે દરેક રામકથાનાં સ્થળ ઉપર રાષ્ટ્રધ્વજ અને રામ ધ્વજ રહેશે.

રાષ્ટ્રગાન સાથે કથાનું મંગલા ચરણ થયું : પુનિત આશ્રમનાં કથાસ્થળ પર મોરારિબાપુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

અન્ય સમાચારો પણ છે...