તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં રીક્ષાચાલક મુસાફરનાં પર્સમાં રાખેલા દાગીના લઇ છૂં...

જૂનાગઢમાં રીક્ષાચાલક મુસાફરનાં પર્સમાં રાખેલા દાગીના લઇ છૂં...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનામીરાનગર પાસે શુક્રવારે વહેલી સવારે એક રીક્ષાચાલક અમદાવાદથી આવેલા પેસેન્જરના સોના ચાંદીના દાગીના અને મોબાઇલ સહિતના સામાન ભરેલા પર્સ નજરચુકવી ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોધાવી હતી. બનાવ અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદના સંદીપગિરી કિશોરગીરી ગોેસ્વામી તેમના પત્નિ સાથે શુક્રવારે વહેલી સવારેઅમદાવાદથી બસમાં ગાંધીચોકઉતરી મીરાનગર જવા રીક્ષાભાડે કરી હતી. રીક્ષામાં ચાલકનોએક શખ્સ પણ સાથે હતો. દરમિયાન દંપતિ મીરાનગરમાં રીક્ષામાંથી ઉતરી થેલા ચેક કરતા થેલાની ચેન ખુુલી હતી.અને પર્સ ગાયબ હતું અને ઘટના રીક્ષામાં બેઠા હતા તે દરમિયાન બની હતી જેથી સંદીપભાઇએ રીક્ષાચાલક અને અન્ય એક શખ્સે સંદીપભાઇની નજર ચુકવી થેલામાં રાખેલા બે સોનના ચેન પેન્ડલ ,સોનાની બુટી તેમજ મોબાઇલ સહિત કુલ રૂ 56 હજારનો મુદામાલ જે પર્સમાં રાખ્યો હતો. તે ઉઠાવીગયાની પોલીસમાંફરિયાદ નોધાવી હતી બનાવ અંગે સીડિવિઝન પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. અંગે વધુ તપાસ પી.એસ.આઇ આર.એ ભોજાણી ચલાવી રહ્યા છે. જોક. ઘટનામાં હજુ સુધી એક પણ શખ્સને પોલીસ ઝડપી શકી નથી અને તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

જૂનાગઢનાં જોષીપરા વિસ્તારના ગણેશનગરમાં રહેતા અમિતભાઇ પ્રવિણભાઇ તથા તેમનાં પાડોશી રોહીતભાઇ રૂપાવડીયા બહારગામ ગયા હતા તે દરમ્યાન તસ્કરો ત્રાટકયા હતા અને બન્ને મકાનના તાડાતોડી તિજોરીમાંથી રોકડ, દાગીના ચોરી લીધા હતા. અમિતભાઇના મકાનમાંથી રૂ.39,700ની કિંમતનો મુદામાલ તથા રોહીતભાઇનાં મકાનમાંથી રૂ.9000 રોકડ મળી કુલ 48,700નો મુદામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જૂનાગઢ જાણે તસ્કરો માટે મોકળુ મેદાન બની ગયુ હોય તેમ લાગી રહયુ છે. શહેરમાંથી અવાર-નવાર ચોરી અને લુંટનાં બનાવો વધી રહયા છે. ખાસ કરીને જોષીપરાપ ઝાંઝરડા રોડ, મોતીબાગ વિસ્તાર તસ્કરો માટે સોફટ ટાર્ગેટ બની ગયા છે. બંધમકાનમાંથી ચોરીની સૌથી વધુ ફરીયાદ વિસ્તારમાં વધુ જોવા મળી રહી છે. જો કે હાલ બનાવ અંગે બી-ડીવીઝન પોલીસે ગુુનો નોંધી રાબેતા મુજબ તપાસ હાથ ધરી છે. શહેરમાં ચોરીની ઘટના અવાર-નવાર બનતી રહે છે. છતાં લોકોમાં અંગે જાગૃતિનો અભાવ જોવા મળી રહયો હોય તેવું પણ લાગી રહયું છે.

જોષીપરામાં બે મકાનનાં તાળા તોડી તસ્કરો દ્વારા ~ 48 હજારની મત્તાની ચોરી

અન્ય સમાચારો પણ છે...