તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

{વિકારો દુર કરી વિચારો રજુ કરવા જણાવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{વિકારો દુર કરી વિચારો રજુ કરવા જણાવ્યુંજૂનાગઢમાંસિધ્ધેશ્વર મહાદેવ મંદીર ખાતે મહાશિવરાત્રીના પ્રસંગે વિચારોમાં શ્રેષ્ઠતા આવે તે માટે 62 ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રજાપતિ બ્રહ્માકુમારીજ ઇશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા વિકારો દુર કરી યોગ્ય વિચાર અયનાવવા દીદીએ જણાવ્યું હતું.

જૂનાગઢનાં જોષીપરામાં આવેલા સિધ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રજાપતિ બ્રહ્માકુમારીજ ઇશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા 62 ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રસંગે નવીનતાનો નવ સંચાર કરાવનાર આધ્યાત્મિક શક્તિની અનુભુતિ કરાવનાર તહેવાર મહાશિવરાત્રીએ વિચારોમાં શ્રેષ્ઠતા, વાણીમાં મધુરતા, કર્મમાં દિવ્યતા લઇ આવવાતી પ્રેરણા આપનાર તહેવાર છે. પ્રસંગે ઉત્તમ વિચારો અપનાવવા અને વિકારોને દુર કરવા પ્રાધાન્ય આપ્યુ છે.

ભારતીય સંસ્કૃતિનાં તહેવારમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે. પ્રસંગે સંસ્થાના સભ્યોએ ઉપસ્થિત રહી ઉતમ વિચારો કરવાનો સંકલ્પ લીધો હતો. પ્રસંગે બ્રહ્મકુમારીજ દમયંતિદીદી, બ્રહ્માકુમારીજ બીનાબેન, સંગીતાબેન, ભાવનાબેન, પ્રકાશ ઓઝા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...