તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાત વર્ષથી બંધ કેશોદ એરોડ્રામને પુન: કાર્યરત કરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢજિલ્લાનાં કેશોદ ખાતે એરોડ્રામ આવેલ હોય અને જે 7 વર્ષથી બંધ હાલતમાં હોય એરોડ્રામને પુન: કાર્યાન્વિત કરવા સાંસદે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને ભારપુર્વકની રજૂઆત કરી છે.

સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને મળીને ધ્યાન દોર્યુ છે કે, ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં મોટી ઔદ્યોગિક કંપનીઓ, મત્સ્યઉદ્યોગ, શેરડી - મગફળી સહિતનાં પાકોનું ઉત્પાદન, કોર્પોરેટ સંસ્થાઓ, એશિયાટીક સિંહોનું રહેઠાણ સાસણનું જંગલ, સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર, ચોરવાડમાં ધીરૂભાઇ અંબાણી મેમોરીયલ હાઉસ, ભવનાથ તીર્થક્ષેત્ર સહિતનાં પ્રવાસન અને આધ્યાત્મિક ધામો આવેલા છે અને વર્ષ દરમિયાન દેશ અને વિદેશથી પ્રવાસીઓ આવતા રહે છે. જેથી કાર્યરત કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...