તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચણાકા ગામમાં ડેંગ્યુ તાવનાં 12 કેસ નોંધાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણતાલુકાનાં ચણાકા ગામે છેલ્લા કેટલાક દિવસોથી ડેંગ્યુ તાવે માથું ઉંચક્યું છે. અંગેની વિગતો આપતાં ભેંસાણનાં રાજકીય આગેવાન ભૂપત ભાયાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી ચણાકા ગામે ડેંગ્યુ તાવનાં દર્દીઓની સંખ્યા વધી છે. અહીંથી બે દર્દીઓ ચાંપરડા, એક રાજકોટ ખાનગી હોસ્પિટલમાં, બે ભેંસાણની ખાનગી હોસ્પિટલમાં, બે ભેંસાણનાં સરકારી દવાખાનામાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે પાંચ દર્દીઓને ડેંગ્યુની અસર છે. અને તેઓએ ભેંસાણનાંજ ખાનગી દવાખાનાઓમાં પ્રાથમિક સારવાર લીધાનું જાણવા મળ્યું છે. જ્યારે પાંચ દર્દીઓ અઠવાડિયા પહેલાં નોંધાયા હતા. તેઓ જૂનાગઢની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. અને સારું થતાં તેઓને હવે રજા પણ મળી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...