તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાડીયામાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંખાડીયામાં ઘોડી પાસાનો જૂગાર રમતા હોવાની બાતમીને આધારે ડીવાયએસપીએ રેઇડ પાડી હતી. રેઇડ દરમિયાન ઘોડી પાસાનો જૂગાર રમતા 13 શખ્સો અને 11 મોબાઇલ સહિત રૂ.8પ હજારનાં મુદામાલ સાથે ઝડપી લીધા હતા. તેમની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢનાં ખાડીયા વિસ્તારમાં રહેતા દુલાનાં ઘરે ઘોડીપાસનો જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેનાં આધારે એસપી નિલેશ જાંજડીયાની સુચનાથી ડીવાયએસપી ગખ્ખરનાં માર્ગદર્શનમાં પીઆઇ અે.એસ.ડામર, પીએસઆઇ એમ.એ.સીંહ, પ્રતિકભાઇ, રાજુ ઉપાધ્યાય, ભરત વીરા, ભરત ખાંભલા, જગદિશ સિસોદીયા, રવિન્દ્ર વાળા સહિતનાં સ્ટાફે રેઇડ પાડી હતી.

રેઇડ દરમિયાન ઘોડીપાસાનો જૂગાર રમતા કમલેશ ઉર્ફે મચ્છર સોલંકી, જીતેન્દ્ર ઉર્ફે જીતો સોલંકી, સાગર સોલંકી, નંદલાલ પરમાર, રજણીત બાવનજી, મહેમુદ પઠાન, મહુમુદ ઉર્ફે ગધાખાન પઠાન, મનસુખ લખતરીયા, અનિલ ઉર્ફે અનીયો, લાલો પટેલ, જાવેદ પટ્ટણી, ઇરફાન રહેમાનને ઝડપી લીધા હતા. તેમજ સ્થળ ઉપરથી પોલીસે 11 મોબાઇલ, રોકડ રકમ સહિત રૂ.85 હજારનો મુદામાલ કબજે કર્યો હતો. તેમજ તમામ શખ્સો સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે રેઇડ પાડતા ખાડીયા વિસ્તારમાં જુગારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...