• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ફરિયાદ અને સંકલનની બેઠકમાં જિલ્લા પ્રભારી દ્વારા

ફરિયાદ અને સંકલનની બેઠકમાં જિલ્લા પ્રભારી દ્વારા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવિધ યોજનાની લક્ષિત કામગીરી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા તાકીદ

જૂનાગઢજિલ્લાનાં પ્રભારી સચિવ નરમાવાલાએ આજે જિલ્લા ફરિયાદ અને સંકલનની બેઠકમાં ગતિશીલ ગુજરાત દિવસ 151-નિર્ધાર 258 મુદા પરની લક્ષિત કામગીરી પ્રગતિ અંગેની જિલ્લાનાં અધિકારીઓ સાથે ચર્ચા કરી વિવિધ કલ્યાણકારી 14 યોજનાઓમાં ઝડપભેર કામગીરી કરી અધિકારીઓને 2 ઓક્ટોબર સુધીમાં કામગીરી પૂર્ણ કરવા સુચના આપી હતી.

પ્રભારી સચિવે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા અપાયેલ ગતિશીલ ગુજરાત અંતર્ગતની કામગીરીનો હેતું લોકોને સરળતાથી વિવિધ સેવાઓ આપવાનો અને લોકોને તેમની અરજીનો તત્કાલ નિકાલ થાય તે અંગેનો છે. મુખ્યમંત્રી પણ આગામી તા.24મીએ પદાધિકારીઓ સાથે મુદે બેઠક કરશે. પ્રભારી સચિવે મામલતદાર કચેરીઓ, પ્રાંત કચેરીમાં જનસેવા તેમજ ખેતી, પાણી, મહિલા અને બાળ વિકાસ, અન્નપૂર્ણા યોજના, લોકદરબારનાં પ્રશ્નોમાં હજુ નિકાલ થયો હોય તે અંગે નિકાલની કામગીરીમાં વિવિધ મુદે તેમજ જિલ્લાની કામગીરીમાં વિવિધ મુદે તેમજ જિલ્લાની કામગીરીમાં વિવિધ મુદે થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી.

જિલ્લાની કોઇપણ કચેરી દ્વારા નિયમસરની કામગીરીમાં વિલંબન કરવા, લોકોને સામેથી પુછી ગામડાની મુલકાત વખતે કોઇપણ પ્રશ્ન હોય તો તેનો અહેવાલ સંબંધિત વિભાગને કરવા સુચના આપી હતી. જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જિલ્લાની ચાલુ કામગીરી અને અપાયેલા લક્ષ્યાંક અંગેની માહિતી આપી હતી. લોકોનાં પ્રશ્નોમાં ઉકેલ માટે કરવામાં આવેલી ઝડપભેર કામગીરીની પણ રૂપરેખા આપી હતી.આ બેઠકમાં વિવિધ સરકારી કચેરીઓનાં અધિકારીઓ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ રીબડીયા, ધારાસભ્ય બાબુભાઇ વાજા, જિલ્લા પંચાયતનાં પ્રમુખ વલ્લભભાઇ દુધાત, જિલ્લા વિકાસ અધિકારી અજય પ્રકાશ, જિલ્લા પોલીસવડા નિલેશ જાજડીયા સહિતનાઓ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...