જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવ અંતર્ગત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
25 જૂને ગરબા સાથે ભગવાનની ઝાંખીનો અનોખો કાર્યક્રમ યોજાશે

જયહો જૂનાગઢ મુક્તિ મહોત્સવ અંતર્ગત જૂનાગઢવાસીઓ માટે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે આગામી તા. 25 જુનને શનિવારનાં રોજ ટાઉન હોલ ખાતે બહેનો દ્વારા એક અનોખો કાર્યક્રમ રજુ કરવામાં આવનાર છે. જેમાં ભગવાનની ઝાંખીની સાથે ગરબા પણ રજૂ થશે. જૂનાગઢવાસીઓને તેનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સાંજે 6:30 વાગ્યાથી શરૂ થનાર કાર્યક્રમમાં વહેલા તે પહેલાનાં ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવ અંતર્ગત યોજાનાર કાર્યક્રમમાં તા. 25 જુનને શનિવારની સાંજ જૂનાગઢવાસીઓ માટે એક નવું નજરાણું લઇને આવશે. જેમાં સાંજે 6:30 વાગ્યાથી શરૂ થનાર કાર્યક્રમમાં સૌપ્રથમ જૂનાગઢની ઝાંખી દર્શાવતી કૃતિ રજૂ થશે. જેમાં ગિરનાર અને નરસિંહ મહેતાની આરતી થશે. સિવાય ભગવાનની ઝાંખી રજૂ કરાવતી વિવિધ કૃતિઓમાં બહેનો ગરબા લેશે અને તેની સાથે જૂનાગઢનાં કલાકારો ધાર્મિક ગીતો રજૂ કરશે. પ્રકારનો પ્રથમજ કાર્યક્રમ હશે. આશરે બે થી અઢી કલાક સુધીનાં કાર્યક્રમ દરમ્યાન 25 ગીતો રજૂ થશે. જેમાં 9 ગરબા સાથેનાં હશે. માટેની તૈયારીઓ જોરશોરથી શરૂ થઇ ગઇ છે. અને બહેનો ગરબાનાં તાલ મેળવવા પ્રેકટીસ પણ કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, દિવ્ય ભાસ્કર દૈનીક, રાજરત્ન શેઠશ્રી નાનજી કાલિદાસ મહેતા પરિવાર અને શ્રી શરદભાઇ આડતીયા તેમજ શ્રીમતી સ્મિતાબેન અાડતીયા પરિવાર દ્વારા યોજાઇ રહેલા વૈવિધ્ય ધરાવતા કાર્યક્રમોમાં જૂનાગઢવાસીઓ ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...