{સૌથી વધુ સાયન્સ કોલેજને મંજૂરી મળી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં પાણી નહી વિચારનું સંકટ | ગિરનારમાં સરેરાશ 42 ઇંચ વરસાદ પડે છે, ત્રણ નદી અને 8 તળાવ આવેલા છે, નદીનાં પાણીને રોકવામાં આવે અને 8 તળાવ જીવંત કરવામાં આવે તો શહેરમાં ઉંડા ઉતરી ગયેલા પાણીનાં તળને ઉંચા લાવી શકાય તેમ છે


{સૌથી વધુ સાયન્સ કોલેજને મંજૂરી મળી

એજ્યુકેશન રીપોર્ટર.જૂનાગઢ

જૂનાગઢભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં નવ સત્રનો પ્રારંભ થયો છે. યુનિવર્સિટીએ કુલ 22 સેલ્ફ ફાઇનાન્સ કોલેજને મંજૂરી આપી છે. જેમાં 17 બીએસસી, 4બીકોમ અને 1 બીએ કોલેજનો સમાવેશ થયા છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.માં ચાર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચાર જિલ્લામાં સૌથી વુધ સાયન્સ કોલેજને માન્યતા આપવામાં આવી છે.

જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી કાર્યરત થઇ છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જૂનાગઢ,ગિર-સોમનાથ, પોરબંદર અને દ્રારકા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અભ્યાસ શરૂ થઇ રહ્યો છે. ચાર જિલ્લામાંથી નવી સેલ્ફ ફાઇનાન્સ કોલેજની મંજૂરી માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. તેમાથી યુનિવર્સિટીએ ચાર જિલ્લામાં 22 કોલેજોને મંજૂરી આપી છે. જેમાં 17 સાયન્સ, 4 બીકોમ અને 1 બીએ કોલેજનો સમાવશે થાય છે.ચાર જિલ્લામાં સૌથી વધારે સાયન્સ કોલેજને મંજૂરી આપવામાં આવી છે. જૂનાગઢમાં ઓમ એન્જીનીયરીંગ કોલેજમાં બીએસની કોલેજ શરૂ થઇ છે. ઉપરાંત માણાવદર કેળવણી મંડળ સંચાલિત જે.એમ.પાનેરા કોલેજને બીએસસી કોલેજ મળી છે.

અંગે કેળવણીકાર જેઠાભાઇ પાનેરાએ જણાવ્યુ હતુ કે,સરકારમાં અનેક વખત રજૂઆત કરી હતી.જેને ધ્યાને લઇ કુલપતિ ડો.જે.પી.મૈયાણીએ મંજૂરી આપી છે. માણાવદરમાં સાયન્સ કોલેજ મળતા અહીનાં વિદ્યાર્થિઓને બહાર જવાની જરૂર પડશે નહી.

ચાલુ વર્ષે સાયન્સમાં પાસ થયેલા છાત્રો

જિલ્લોપાસ છાત્રો

જૂનાગઢ 5063

ગિર-સોમનાથ 2456

પોરબંદર 514

જિલ્લાનું 4 વર્ષમાં સાયન્સનું પરિણામ

વર્ષપરિણામ(ટકા)

2013 93.87ટકા

2014 96.21 ટકા

2015 92.14 ટકા

2016 88.31 ટકા

1 બીએસસી અને 3 સામાન્ય પ્રવાહની સરકારી કોલેજ | જૂનાગઢભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ 22 નવી કોલેજને મંજૂરી આપી છે. ઉપરાંત વેરાવળમાં સાયન્સ કોલેજ, વંથલી,તાલાલા અને ઓખામાં આર્ટસ અને કોર્મસ સરકારી કોલેજને મંજૂરી આપવામાં આવી છે તેમ યુનિવર્સિટીનાં રજીસ્ટાર પરમારે જણાવ્યુ હતુ.

આર્ટસમાં પ્રવેશ માટે છાત્રોને પડી મુશ્કેલી

દિનપ્રતિદીનસાયન્સનો ક્રેઝ વધી રહ્યો છે.જેના કારણે આર્ટસ કોલેજનો ખાલી રહે છે.અને કેટલીક કોલેજો બંધ થઇ ગઇ છે.પરિણામે ચાલુ વર્ષે આર્ટસ કોલેજમાં પ્રવેશ માટે છાત્રોને ભારે મુશ્કેલી પડી હતી.

ઝાંઝરડા ગામ અને આસપાસનો વિસ્તાર

જીઆઇડીસી-2, સાબલપુર, સુખપુર,સરગવાડા

મ્યુ.કોર્પોરેશનનાં ના. કમિશ્નર પ્રદિપસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, કોર્પોરેશન વિસ્તારમાં આવેલા તળાવ ઉંડા કરવા અંગેનો વિચાર મુકેલો છે પરંતુ તળાવનાં માલિકીનાં પ્રશ્નો છે. અભ્યાસ કરી તેનો વિકાસ કરી શકાય તેમ છે.

કબુતરી ખાણ ચોમાસામાં ભરાઇ જાય છે.આ ખાણ ભરાવાનાં કારણે મધુરમ વિસ્તાર અને વાડલા ફાટક સુધીનાં વિસ્તારનાં પાણીનાં તળ ઉચા રહે છે. હાલ પાણીની અછતમાં પણ મધુરમ વિસ્તારમાં પાણીની નહીવત સમસ્યા છે.

જૂનાગઢ કોર્પોરેશન અને પદાધિકારીઓ દ્વારા વરૂણ દેવને રીજવવા માટે નરસિંહ મહેતા તળાવમાં પર્જન્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો. તકે મેયર જીતુ હીરપરા,ડે.મેયર દીવાળીબેન પરમાર, શૈલેષ દવે, રાકેશ ધુલેશીયા,અલ્પેશ ચાવડા સહિતનાં હાજર રહ્યા હતા. અને વહેલો વરસાદ થયા તેવી પ્રાર્થના કરી હતી. }મેહુલ ચોટલીયા

વરૂણ દેવને રીઝવવા નરસિંહ મહેતા તળાવમાં પર્જન્ય યજ્ઞ

અન્ય સમાચારો પણ છે...