• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • લોકોની અજ્ઞાનતાનો ગેરલાભ કોઇ રેશનશોપ ધારક નહીં લઇ શકે

લોકોની અજ્ઞાનતાનો ગેરલાભ કોઇ રેશનશોપ ધારક નહીં લઇ શકે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકોની અજ્ઞાનતાનો ગેરલાભ કોઇ રેશનશોપ ધારક નહીં લઇ શકે



ગરિબપરિવારોને રેશનનો પુરતો જથ્થો મળી રહે તે માટે સરકાર દ્વારા માં અન્નપુર્ણા યોજના અમલમાં લાવી છે. પરંતુ એપીએલ એને બીપીએલ કેટેગરી પ્રમાણે રેશન મેળવતા લોકોને યોજનાથી રાશનીંગ જથ્થા અને ભાવ પ્રત્યે અસંમજશ ઉદભવતા રેશન શોપ ધારકો નિયત ભાવ કરતા પણ વધુ ભાવ વસુલતા હોવાની ફરીયાદો મળતા પુરવઠા શાખા દ્વારા તમામ રાશનીંગ શોપ ઉપર રાશન જથ્થા અંગેનું અંગેનું ભાવ પત્રક મુકવામાં આવ્યું છે.

એપ્રિલ માસથી શરૂ થયેલ માં અન્ન્પુર્ણા યોજના બાદ એપીએલ કેબીપીએલ કેટેગરી નહિ પરંતુ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબની યાદી પ્રમાણે રાશનનું વિતરણ કરવામાં આવી રહયું છે. પરંતુ વર્ષોથી અેપીએલ બીપીએલ પ્રમાણે રાશન જ્થથો મેળવતા લોકોમાં નવી યોજનાના અમલ બાદ રાશનનાં જથ્થા અને તેનાં ભાવમાં ભારે અસંમજશ પ્રર્વતતિ હતી જેનો લાભ લઇ કેટલાક રાશનીંગ શોપ ધારકો નિયત કરતા વધુ ભાવો પણ વસુલતા હોવાની ઉઠેલી ફરીયાદોનાં પગલે જુન માસ થી પુરવઠા તંત્ર દ્વારા જિલ્લાની તમામ રેશનીંગ શોપ ખાતે રાશનીંગ જથ્થા અંગે ભાવપત્રક લગાવવાનું ફરજિયાત બનાવ્યું છે. જેના કારણે લોકો તેની કેટેગરી પ્રમાણે ભાવપત્રકમાં રાશનીંગનો મળવાપાત્ર જથ્થો અને તેના ભાવ અંગે વાકેફ થઇ શકશે અને શોપ ધારકો પણ લોકોની અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવી વધારે ભાવો નહિ પડાવી શકે.

અન્ય સમાચારો પણ છે...