• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • નકલી પોલીસે છરીની અણીએ યુવાનના રૂ.10 હજાર પડાવી લીધા

નકલી પોલીસે છરીની અણીએ યુવાનના રૂ.10 હજાર પડાવી લીધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અવાવરૂ જગ્યાએ લઇ જઇ ધમકાવ્યાં

જૂનાગઢમાંવેપારી યુવાનને બાઇકમાં આવેલા 3 શખ્સે પોતાની પોલીસ તરીકે ઓળખાણ આપી બાઇકની ચક્કર મારવાના બહાને અવાવરૂ સ્થળે લઇ ગયા હતા. બાદમાં છરીની અણીએ યુવાનના 10,000રૂપિયા પડાવી લીધા હતા.

જૂનાગઢમાં અસલી પોલીસની ઊંઘના કારણે નકલી પોલીસ સક્રિય બની છે. મુળ સુરતના અને જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં રહેતા ભૌતિક કિશન પટાટ નામનો યુવાન અને અન્ય એક વ્યક્તિ બાઇક લઇ ગાંધીગ્રામ વિસ્તારમાં કોન્વેન્ટ સ્કુલ નજીકથી પસાર થતા હતા તે દરમિયાન GJ11BL4949 નંબરની બાઇકમાં ત્રણ શખ્સ આવી ચઢ્યા હતા અને યુવાનના બાઇક બાઇક આડુ નાખી ચક્કર મારવાના બહાને બન્ને વ્યક્તિને કોઇ અવાવરૂ જગ્યાએ લઇ ગયા હતા અને પોતે પોલીસ સ્ટાફ હોવાનું કહી છરી બતાવી એક શખ્સે યુવાનના ખીસ્સામાંથી રૂા 10 હજાર પડાવી લીધા હતા. અને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...