• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • માનસીક અસ્થિર માતાએ 3 વર્ષનાં પુત્રની હત્યા કરી પોતે પણ એસિડ પી જીવનનો અંત આણ્યો

માનસીક અસ્થિર માતાએ 3 વર્ષનાં પુત્રની હત્યા કરી પોતે પણ એસિડ પી જીવનનો અંત આણ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલી પંથકનાં રવની ગામે માનસિક અસ્થિર માતાએ પોતાનાં ત્રણ વર્ષનાં પુત્રને એસિડ પીવડાવી ગળુ દબાવી હત્યા કરી નાખ્યાં બાદ પોતે પણ એસિડ પી લઇ જીવનનો અંત આણી દીધો હતો. આ હ્દયદ્વાવક બનાવથી ગામમાં અરેરાટી પ્રસરી ગઇ હતી. પટેલ પરિવાર આઘાતમાં હતપ્રભ બન્યો હતો.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વંથલી પંથકનાં રવની ગામે મનીષાબેન અલ્પેશભાઇ માથુકીયા (ઉ.વ.35)એ સોમવારે બપોરનાં 3:30થી 4 વાગ્યાનાં અરસામાં પોતાનાં ત્રણ વર્ષની ઉમરનાં પુત્ર આરવને એસિડ પીવડાવી દઇ તેનું ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. બાદમાં મનીષાબેને પોતે પણ એસિડ પી લીધું હતું. પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક 108ને બોલાવતાં સ્ટાફે રવની ગામે દોડી જઇ બંનેને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. જ્યાં આઇસીયુમાં સારવાર ચાલું કરી દેવાઇ હતી. પરંતુ સારવાર દરમિયાન મનીષાબેનનું મોત નિપજ્યું હતું.

બાદમાં માતા-પુત્રનાં મૃતદેહોને જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પીએમ રીપોર્ટમાં મનીષાબેન અસ્થિર મગજની બીમારી ધરાવતાં હોવાનાં કારણે આ હિચકારૂ ભરી લીધુ હોવાનું જાણવા મળ્યું હતું એમ ઇન્ચાર્જ પીએસઆઇ વી.કે.ડાકીએ જણાવ્યું હતું. આ બનાવથી ગામમાં અરેરાટી પ્રસરી ગઇ હતી. મૃતકનાં પરિવારજનો આઘાતમાં હતપ્રભ બન્યા હતાં. આ બનાવમાં પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.