120 શાળાઓમાં ફાયર સેફ્ટીનાં સાધનનો અભાવ
મહાનગરમાંઆવેલી સરકારી ,ગ્રાન્ટેડ માધ્યમિક અને પ્રાથમિક શાળામાં ફાયર સેફ્ટીનાં સાધનનો અંગે ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. જેમાં શહેરની 120 શાળાઓમાં ફાયરનાં સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. ફાયર સેફ્ટીનાં સાધનો હોય તેવી શહેરની 120 શાળાઓને લેખિત તાકીદ કરી છે. તેમજ તાત્કાલીક ધોરણે શાળાઓમાં ફાયર સેફ્ટીનાં સાધનો રાખવા તાકીદ કરવામાં આવી છે. શાળાઓમાં ફાયર સેફ્ટીનાં સાધનો હોવાના કારણે વિદ્યાર્થીઓ પર જોખમ ઉભુ થયુ છે.
જૂનાગઢ મહાનગરમાં જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓ આવેલી છે. તેમજ સરકારી અને ગ્રાટેન્ડ માધ્યમકી શાળાઓ કાર્યરત છે.ડિઝાસ્ટર મેનેજમેનટ તથા નેશનલ બિલ્ડીંગ કોડ અને ફાયર સેફટીનાં નિયમોનુ શાળાઓમાં કેટલુ પાલન થયા છે. તે અંગે કમિશ્નર રાજેન્દ્ર ત્રિવેદીની સુચનાથી ડે.કમિશ્નર પ્રદિપસિંહ રાઠોડનાં માર્ગદર્શનમાં ફાયર સુપ્રિન્ટેડન ભરત ડોડીયા અને ફાયરની ટીમે શહેરની દરેક શાળામાં ચેકીંગ હાથ ધર્યુ હતુ.ચેકીંગ દરમિયાન ચોકાવનારી વિગતો બહાર આવી હતી. શહેરની મોટા ભાગની શાળાઓમાં ફાયર સેફ્ટી સાધનો જોવા મળ્યા હતા.જેના પરિણામે કોર્પોરેશનને માધ્યમિક અને પ્રાથમિક શાળાઓ મળી 120 શાળાને લેખીત તાકીદ કરી છે. અને ફાયર સેફ્ટી અંગેની સુવિધા ઉભી કરવા તાકીદ કરી છે.તેમજ ફાયરની સુવિધા ઉભી કરીને કોર્પોરેશનને જાણ કરવાની રહે છે. અન્યથા ધોરણસરનાં શિક્ષાત્કમ પગલા લેવામાં આવશે.
શાળામાં કઇ સુવિધા હોવી જોઇએ ?
-ફાયર એક્ષટીગ્યુશર
-રીઝર્વવોટરટેન્ક
-હાઇડ્રન્ટ સીસ્ટમ
-ફાયરઅલાર્મ
ફાયરનાં બાટલાનો ઉપયોગ કેમ : શિક્ષકો અજાણ
જૂનાગઢનીશાળાઓમાં2011માં સરકારે ફાયરનાં બાટલા આપ્યા હતા. ફાયર વિભાગનાં ચેકીંગ દરમિયાન મોટા ભાગનાં બાટલાની એક્સપાયરી ડેટ પુરી થઇ ગઇ હતી. તેમજ બાટલાનુ કોઇ નામો નીશાન હતુ. કેટલાક શિક્ષકોએ તો જણાવ્યુ હતુ કે, આનો ઉપયોગ કરતા પણ આવડોતો નથી.
ચારમાળથી વધુની માળનાં બિલ્ડીંગમાં પણ તપાસ
જૂનાગઢશહેરમાંફાયર સેફ્ટીને ધ્યાને રાખીને ચાર માળથી વધુ માળની બિલ્ડીંગ માં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જે બિલ્ડીમાં ફાયર સેફ્ટીનાં સાધનો હોય તેવી બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી છે.
દરેકશાળામાં તપાસ કરવામાં આવી છે
ફાયરસુપ્રિટેન્ડટભરત ડોડિયાએ જણાવ્યુ હતુ કે, કમિશ્નરની સુચનાથી શહેરની દરેક શાળાઓમાં તપાસ કરવામાં આવી છે. જે શાળાઓમાં ફાયર સેફ્ટીનાં સાધનોનો અભાવ જોવા મળ્યો છે. તેને નોટીસ અપાઇ છે.