તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ શહેરમાં 21.4 કિમીની ઝડપે પવન ફૂંકાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંચોમાસાની સીઝન શરૂ થયા બાદ નોંધનીય વરસાદ પડ્યો નથી. 15 દિવસ પડેલા વરસાદ બાદ મેઘરાજાએ સંપૂર્ણ વિરામ રાખી દીધો છે. બાદ મેઘરાજાએ ફરી પાછુ વળીને જોયુ નથી. પરંતુ જૂનાગઢ શહેરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને કાળા ડીબાંગ વાદળોની અવર જવર શરૂ થઇ છે. વાદળ છાયુ વાતાવરણ રહેતા ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. ઉપરાંત બપોરનાં સયમે લોકો બફારાનો અનુભવ કરી રહ્યા છે. છતા વરસાદ પડતો નથી. ત્યારે આજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. આકાશમાં વાદળો ચડી અાવ્યા હતા.તેમજ કેટલીક જગ્યાએ છાટા પણ પડ્યા હતા.

ઉપરાંત શહેરમાં આજે સવારથી 21.4 કીમીની ઝડપે પવન ફુકાયો હતો. તેજગતીએ પવન ફુકાટા રસ્તા પર ઘુળની ડમરીઓ ઉડી હતી. જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવા મુશકેલ બન્યા હતા. પવનનાં કારણે તળવા દરવાજા પાસે એક બાંધકામ ચાલતુ હોય તેનો માચડો વિજ લાઇન પર પડ્યો હતો. માચડો પડતા વિજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.જોકે કોઇ જાન હાની થઇ હતી.

માચડો પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. તસ્વીર/ મેહુલચોટલીયા

અન્ય સમાચારો પણ છે...