તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • માળિયામાં એસટીએ બે રૂટ બંધ કરી દીધા, છાત્રો પરેશાન

માળિયામાં એસટીએ બે રૂટ બંધ કરી દીધા, છાત્રો પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયાહાટીનામાંએસટી તંત્રે બે રૂટ અચાનક બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને મુસાફરોમાં રોષ પ્રસર્યો છે. માળિયા-હાટીનાને એસટી તંત્ર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો હોય તેમ અચાનક રૂટો બંધ કરી દેવામાં આવે છે. જેથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વેરાવળ -રાજકોટ લોકલ બસ વેરાવળથી 7.30 કલાકે ઉપડીને 8.15 કલાકે માળિયા આવતી હતી. અને રાજકોટથી બપોરે 1 વાગ્યે ઉપડતી અને સાંજે 6 કલાકે માળિયા આવતી હતી. ઉપરાંત વેરાવળ-જૂનાગઢ વાયા માળિયા દેવગામ નાઇટ કરતી બસ સહિતની ચાર બસ અચાનક બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને અંગે એસટી તંત્રને રજૂઆત કરવામાં આવી છે. એસટીને સારી એવી આવક અપાવતા રૂટો બંધ કરી દેવામાં આવતા હોવાથી મુસાફરો પણ મુંજવણમાં મુકાઇ ગયા છે.

તંત્રના ઉચ્ચ અધિકારીને રજૂઆત

અન્ય સમાચારો પણ છે...