તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબુ-120, ટમેટા-120, મરચા-200, મેથીપણીનાં 15

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાકભાજીનાં ભાવ આસમાનને આંબી જતા ગૃહિણીઓ માટે રસોઇનું બજેટ ખોરવાયું

શાકભાજીનાંભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાય ગયું છે. છેલ્લા કેટલાય દિવસથી વરસાદી માહોલને કારણે શાકભાજીની આવક સતત ઘટી રહી હોય ભાવમાં તોતીંગ વધારો નોંધાયો છે. જેનાં કારણે ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે.

જૂનાગઢની વિવિધ શાક માર્કેટમાં શાકભાજીનાં ભાવમાં થયેલા વધારાથી ગૃહિણીઓ પરેશાન થઇ ગઇ છે અને ઘરનું બજેટ કઇ રીતે જાળવવું તેની ચિંતામાં પડી ગઇ છે. શાકભાજીનું ઓછું ઉત્પાદન ઉપરાંત વરસાદી ઋતુનાં કારણે આવક ઓછી થઇ રહી છે જેની સામે ડીમાન્ડ પહેલા જેટલી રહેતા ભાવમાં તોતીંગ વધારો કરી દેવાયો છે. 70 થી 80 રૂપિયા આસપાસ મળતા લીંબુનો ભાવ 120 જેટલો થઇ ગયો છે. રીતે 60થી 70નાં કિલોનાં ભાવે વેંચાતા ટમેટાનો ભાવ પણ 120 આસપાસ પહોંચી ગયો છે. મરચાની તીખાશ કરતા તેના ભાવની તીખાશ ગૃહિણીઓને વધુ લાગી રહી છે કારણકે મરચાનાં ભાવ 200 રૂપિયા આસપાસ પહોંચ્યો છે. હાલ ચોમાસાની ઋતુ હોય ગુજરાતીઓ વરસાદી માહોલમાં ભજીયાની જયાફત ઉડાડતા હોય છે પરંતુ 5 રૂપિયાનાં ભાવે મળતી મેથીની પણીનો ભાવ પણ 3 ગણો વધીને 15 રૂપિયા થઇ ગયો છે. જ્યારે ભીંડા, ગુવાર, ચોળાફળી સહિતનાં શાકભાજીનો ભાવ પણ 80 થી લઇને 100 રૂપિયા થઇ ગયો છે.

રસોડામાંથી દાળભાત ગાયબ થઇ જશે

^ગુજરાતીપરિવારોમાં દાળભાત દરરોજનાં ભોજનમાં હોય છે પરંતુ લીંબુ અને કોથમીરનાં ભાવમાં જબ્બર વધારો થતા તેની ખરીદી કરવી કઇ રીતે તેવા વિમાસણમાં ગૃહિણીઓ મુકાઇ ગઇ છે. જો ભાવ ઘટાડો નહિ થાય તો રસોડામાંથી દાળભાત ગાયબ થઇ જશે. > વનિતાબેનદેસાઇ, ગૃહિણી

અન્ય સમાચારો પણ છે...