તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કંપની ઉભી કરી લોકોને શીશામાં ઉતાર્યા હતાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપીની મોડસ ઓપરેન્ડી ધ્યાને રાખી અપીલનો નિકાલ કર્યો

જૂનાગઢ શહેરમાં એકનાં ડબલ કરનારને 6 માસની જેલની સજા

જૂનાગઢમાંએલ્ડર બ્રુક પોર્ટ ફોર મેનેજમેન્ટ સર્વિસ પ્રા.લી.નામની કંપની ઉભી કરી લોકો પાસેથી રૂપિયા ઉધરાવી લેનારને જૂનાગઢ કોર્ટે માસની સજા ફટકારી છે. અંગે એડવોકેટ કિરીટ સંઘવીએ જણાવ્યું હતું કે,જૂનાગઢમાં એલ્ડર બ્રુક પોર્ટ ફોર મેનેજમેન્ટ સર્વિસ પ્રા.લી. નામની કંપની આનંદ કનુભાઇ રાવતે ઉભી કરી હતી. અને લોકો પાસેથી પૈસા ઉધરાવી મોટી રકમનું વ્યાજ આપતા હતાં. એકાએક કંપનીની ઓફીસને તાળા મારી દીધા હતાં. પરિણામે એકનાં ડબલની લાલચમાં રૂપિયા રોકનાર લોકોનાં કરોડો રૂપિયા ડુબી ગયા હતાં. અંગે રોકાણકારોએ પોલીસમાં ફરીયાદ કરી હતી. કંપનીનાં આનંદ રાવત કાયદાની આટીઘુટીને કારણે અદાલતનાં આંગણેથી બહાર રહ્યાં હતાં અને એબીએ પોતાનાં ખાતાનું એટેચમેન્ટ કર્યુ છે તેમ જણાવી રોકાણકારોને ઉલ્લુ બનાવતા રહ્યાં હતાં.તેમજ કોર્ટે તેમને સજા કરતા તરત તે સામે સ્ટે લઇને આનંદ રાવત જૂનાગઢની સેસન્સ કોર્ટમાં અપીલ કરી હતી. જે અપીલ જિલ્લા ન્યાયધીસ ડી.ટી.સોનીનાં બોર્ડમાં આવતા જજ ડી.ટી.સોનીએ આરોપીની મોડસ ઓપરેન્ડી ધ્યાને લઇને તાત્કાલીક અસરથી અપીલનો નિકાલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...