તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • હત્યાના પ્રયાસમાં પૂર્વ નગરસેવકનાં આગોતરા જામીન કોર્ટે ફગાવી દીધા

હત્યાના પ્રયાસમાં પૂર્વ નગરસેવકનાં આગોતરા જામીન કોર્ટે ફગાવી દીધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે વર્ષ પહેલાં હત્યાના બનાવનો કેસ કોર્ટમાં ચાલતો હોઇ તેના અનુસંધાને બનાવ બન્યો હતો

જૂનાગઢનાંસુખનાથ ચોકમાં એકાદ માસ પહેલાં એક પાનની દુકાને બેઠેલા યુવાન પર ફાયરીંગની ઘટના બની હતી. બનાવમાં પૂર્વ કોર્પોરેટરનું અનુમાન પ્રેરિત નામ ઉછળતાં તેમણે આગોતરા જામીન માટેની અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી.

જૂનાગઢનાં સુખનાથ ચોકમાં થોડા દિવસો પહેલાં મોડી રાત્રે પાનની દુકાને બેઠેલા એક યુવાન પર ફાયરીંગની ઘટના બની હતી. જેના પર ફાયરીંગ થયું હતું તેના ભાઇની બે વર્ષ પહેલાં હત્યા થઇ હતી. અને તેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. તેના આરોપીના સગા અવારનવાર સમાધાન કરી લેવા ધાક ધમકી આપતા હોઇ હુમલાનો ભોગ બનનાર યુવાને સમાધાનની ના પાડી હતી. આથી તેના પર ફાયરીંગ થયું હતું. જેમાં જૂનાગઢનાં પૂર્વ નગરસેવક વહાબ અબ્લુલ રજાકનું નામ અનુમાનનાં અધારે એફઆઇઆરમાં દાખલ કરાયું હતું. જોકે, તેની કોઇ સ્પષ્ટ ભૂમિકા બતાવાઇ નહોતી. આથી વહાબભાઇએ આગોતરા જામીન માટે જૂનાગઢ જિલ્લા કોર્ટમાં અરજી કરી હતી. જેમાં જિલ્લા સરકારી વકીલ નિરવ પુરોહિતે એવી દલીલ કરી હતી કે, માત્ર માજી કોર્પોરેટર હોવાથી જામીન આપી શકાય નહીં. જો જામીન અપાય તો સમાજમાં ખોટો મેસેજ જશે. એન તે સાક્ષી અને પુરાવા ફોડવાનો પ્રયત્ન કરશે. જેને ધ્યાને લઇ ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ ધીરજ ટી. સોનીએ આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...