તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પસ્તી, ભંગારના વેપારીને પણ નડયું જીએસટીનું ગ્રહણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દસ કરતા વધુ દિવસથી બજારો બંધ રહેતા ભાવ ગગડયા અને થયું નુકસાન

પસ્તીના ભાવ કિલોના 10માંથી 7 થયા, ભંગારનાં 17 માંથી 12

કાપડનાવેપારીથી લઇને અનેક ચીજવસ્તુનું વેચાણ કરનારા જીએસટીના અમલ સામે વિરોધ વ્યકત કરી રહ્યા છે પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે પસ્તી વેચનારા, ભંગાર વેચનારાને પણ જીએસટીનું ગ્રહણ લાગ્યું છે. જીએસટીના કારણે તેમના વેપાર ધંધાને પણ અસર થઇ છે અને ભારે નુકસાની વેઠવી પડી છે.

જીએસટીની અમલવારી થતા તેના વિરોધમાં છેલ્લા દસેક દિવસથી વિવિધ બજારો બંધ રહી છે. જેના કારણે પસ્તી વેચનારા, ભંગાર વેચનારા નાના વેપારીઓને પણ ભારે નુકશાનીનો ભોગ બનવું પડે છે. બજારો બંધ રહેતા પસ્તી, ભંગાર વગેરેના ભાવ ગગડી ગયા છે. પસ્તીના ભાવ કિલોના 10માંથી ઘટીને 7 થઇ ગયા છે.

જયારે તેલના ખાલી ડબ્બાના ભાવ નવાના 15 હતા તે 10 થઇ ગયા છે અને જૂના ડબ્બાના ભાવ 10 માંથી 5 થઇ ગયા છે. એજ રીતે લોખંડના ભંગારનો ભાવ કિલોનો 17 રૂપીયા હતો જે ઘટીને 12 રૂપીયા થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...