તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ભાજપ અાગેવાન સાથે ફડાકાવાળી કરનાર વીજ અધિકારીની બદલી

ભાજપ અાગેવાન સાથે ફડાકાવાળી કરનાર વીજ અધિકારીની બદલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દોઢેકમાસ પહેલાં પીજી વીસી એલનાં અેક અધિકારીને જિલ્લા ભાજપનાં આગેવાનો સાથે માથાકૂટ અને ફડાકાવાળી થઇ હતી. બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદો પણ નોંધાઇ હતી. દરમ્યાન અધિકારીની હાલ બદલી કરાઇ છે. પીજીવીસીએલનાં ગ્રામ્ય વિભાગમાં ફરજ બજાવતા જુનિયર ઇજનેર હસમુખ સાવલીયાને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સહિતનાં આગેવાનો સાથે વીજ બીલ બાબતે માથાકૂટ થઇ હતી. જેના અનુસંધાને જૂનાગઢ ખાતે વીજ કચેરીમાં બંને પક્ષો વચ્ચે માથાકૂટ અને બાદમાં ફડાકાવાળી થઇ હતી. જેમાં બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદો નોંધાઇ હતી. દરમ્યાન જુનિયર ઇજનેર સાવલીયા સામે અનેક ખેડૂતોએ લાંચ માંગી ખોટી હેરાનગતિ કરતા હોવાનાં સોગંદનામા પણ કર્યા હતા. હાલ ઇજનેરે પોલીસ ફરિયાદને લઇ હાઇકોર્ટમાં અરજી પણ કરી છે. દરમ્યાન હાલ તેમને આજ વિભાગ હેઠળની શાપુર કચેરીનાં સ્ટોર વિભાગમાં મૂકી દેવાયાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...