તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 35 વર્ષથી જૂની સોસાયટીમાં ગટરની સફાઇ થતી નથી : તંત્રની ઉદાસીનતા

35 વર્ષથી જૂની સોસાયટીમાં ગટરની સફાઇ થતી નથી : તંત્રની ઉદાસીનતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંટીંબાવાડી વિસ્તારમાં આવેલી તક્ષશિલા સોસાયટીમાં ગટરનાં પાણીનો નિકાલ થતો નથી. રસ્તામાં ફેલાતાં ગટરનાં પાણીને કારણે રોગચાળો ફેલાવાની શક્યતાઓ વધી ગઇ છે. 35 વર્ષ જૂની સોસાયટીમાં ગટરનાં પ્રશ્ને વારંવાર રજૂઆત છતાં ઉકેેલ આવતો નથી.

જૂનાગઢનાં ટીંબાવાડી વિસ્તારમાં દરગાહની પાછળ તક્ષશિલા સોસાયટીમાં ગટરની લાઇન બંધ થઇ ગઇ છે. જેથી ગંદા પાણીનો નિકાલ થઇ શક્તો નથી. ગંદુ પાણી રસ્તા પર ફેલાવાને કારણે ગંદકીનો ફેલાવો થાય છે. જેનાથી રોગચાળાનો ખતરો ઉદભવે છે. અહીંના રહેવાસીઓએ ઓનલાઇન ફરીયાદ કરી છે. તેમજ કમિશ્નરને લેખિત અરજી પણ કરેલી છે.

35 વર્ષ જૂની સોસાયટીમાં બધી લાઇન જામ છે. જેની સફાઇ નિયમિત થતી નથી. કરવેરો ભરવા છતાં વિસ્તારમાં સફાઇ કરવામાં આવતી નથી એવો આક્ષેપ રહેવાસીઓઅે કર્યો હતો. અવારનવાર રજૂઆત કરવા છતાં ગટરની મુખ્ય લાઇનને સાફ કરવામાં આવતી નથી.

સોસાયટીનાં 118 બ્લોકમાં રહેવાસીઓ રહે છે. તકશિલા સોસાયટી પાછળ કાળવો પણ વહે છે. ત્યારે તંત્ર દ્વારા સોસાયટીનાં ગંદા પાણીનો નિકાલ કાળવામાં જોડીને કરવામાં આવે તો સોસાયટીમાં પ્રશ્ન ઘણા ખરા અંશે નાબુદ થઇ જાય હાલ અહીં ગંદા પાણીનાં હિસાબે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગટર માટે જાહેર કરાયેલી 15 લાખની ગ્રાન્ટનું શું થયુંω ?

સોસાયટીવાસીઓએ ગટરની સમસ્યાની રજુઆત અવાર-નવાર કરી. તસ્વીર: ભાસ્કર

અવાર-નવાર કરાઇ રજુઆત

અન્ય સમાચારો પણ છે...