તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

11ડિસે.એ રાજ્યપાલ NCC કેડેટસને સંબોધશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિલખા રોડ સ્થિત એનસીસી હેડકર્વાટર ખાતે

1લી ડિસેમ્બરથી રાષ્ટ્રીય એક્તા શિબીરનો થશે પ્રારંભ : સમગ્ર દેશભરનાં યુવક-યુવતિઓ 600 એનસીસી કેડેટસ શિબીરમાં ભાગ લેનાર છે

જૂનાગઢનાંબીલખા રોડ ખાતે આવેલા એનસીસી હેડ ક્વાટર્સ ખાતે 1લી ડિસેમ્બરથી 12 સુધી રાષ્ટ્રીય અેક્તા શિબીર યોજાશે. જેમાં 600 કેટેટ્સ ભાગ લેશે. 11મી ડિસેમ્બરે રાજ્યપાલ ડો.ઓ.પી.કોહલી શિબીરાર્થીઓનું સંબોધન કરશે. જૂનાગઢનાં બીલખા રોડ ખાતે એનસીસી-8 ગુજરાત બટાલિયન,રામ નિવાસ યુનિટના યજમાન પદે અને એનસીસી ગૃપ હેડ કવાટર્સ, રાજકોટ આયોજિત રાષ્‍ટ્રીય અખંડિતતા એકતા શિબિર યોજાશે. દેશભરના 600 એનસીસી કેડેટસ શિબિરમાં સહભાગી થશે. ગુજરાતની મુલાકાતે આવેલા યુવક યુવતીઓને રાજયપાલ ડો. ઓ.પી. કોહલી પ્રોત્સાહિત કરવા 11મી ડિસેમ્બરે જૂનાગઢ આવશે. જેમાં રાજયપાલ વિધાર્થીઓને રાષ્‍ટ્રીય એકતા, શ્રેષ્‍ઠ નાગરિક બનવા અંગેની શીખ આપશે.

રાજય એનસીસી ડાયરેકટરેટ જનરલ સુભાષ શરન અને રાજકોટ એનસીસી ગૃપ હેડકવાર્ટસના બ્રીગેડીયર વેદ પ્રકાશના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એનસીસીના કમાન્ડીંગ ઓફિસર કર્નલ ભાસ્કર ભારતી અને તેની ટીમ દ્વારા શિબિરની તૈયારીઓ થઇ રહી છે. શિબિરનો હેતુ એનસીસીના માધ્યમથી યુવાઓને દેશના વિવિધ રાજયો, સંસ્કૃતિ, રીત રિવાજ અને વિરાસતોનો પરિચય થાય અને રાષ્‍ટ્રીય બંધુત્વની ભાવના ઉજાગર થાય તે માટેનો છે. વિદ્યાર્થીઓ અરસ પરસ કોમ્યુનિકેશન કરી એકબીજા પ્રાંતની માહિતી મેળવશે. ભાગ લેનાર કેડેટસ તેમના રાજયોની સંસ્કૃતિ રજુ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજુ કરશે. શિબિરાર્થીઓ ભારત સ્વચ્છ અભિયાન સહિતના સામાજિક કાર્યક્રમોમાં પણ જોડાશે. ગિરનાર પર્વત પર જઇ ટ્રેનિંગ પણ કરશે. ઉપરાંત દેવળીયા પ્રકૃતિ દર્શન ઉપરાંત સોમનાથ, જૂનાગઢના સ્થળોની પણ અભ્યાસુ મુલાકાત કરશે. જૂનાગઢ એનસીસીના કેડેટસ પણ બહારના રાજયોમાંથી અન્ય મેમ્બર આવતા હોય તેમને આવકારી રહયા છે.

દેશભરનાં કેડેટોનું જૂનાગઢમાં આગમન

એનસીસી બટાલીયન હેડકર્વાટર ખાતે આવી પહોંચેલા કેડેટો. તસ્વીર: મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...