તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • હેન્ડીક્રાફ્ટમાં 4 દિવસની કમાણી 20 દિવસે થતાં મહિલાઓ આર્થિક ભીંસમાં : છુટા હોવાને લીધે લોકો ખરીદી

હેન્ડીક્રાફ્ટમાં 4 દિવસની કમાણી 20 દિવસે થતાં મહિલાઓ આર્થિક ભીંસમાં : છુટા હોવાને લીધે લોકો ખરીદી કરતાં અચકાય છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વરોજગારીનાં ઉદ્યોગોનો વેપાર 50 ટકા ઘટ્યો

નોટબંધીનીઅસર જૂનાગઢમાં ચાલતા નાનાપાયાનાં ઉદ્યોગો પર પડી છે. કર્મચારી, ખેડૂતોને છુટ્ટા પૈસાની પારાયણ હોય છે. પરંતુ નાના પાયાનાં ધંધાર્થીને ભારે અસર પહોંચી છે. હેન્ડીક્રાફ્ટમાં સખીમંડળો ભરતગુંથણ, ઉનની અવનવી ચીજવસ્તુ બનાવવી, નાસ્તા-અથાણાંની ચીજવસ્તુ બનાવવી, ઇનોવેટીવ કામ કરવું વગેરે કામો થકી કમાણી કરે છે. પરંતુ નોટબંધીને કારણે લોકોએ આવી ચીજવસ્તુની ખરીદી મોડી કરવાનો નિર્ણય લીધો છે. 4 દિવસમાં ભરતગુંથણનાં કામોમાં રોજગારી મળતી હતી તે હવે છેક 20 દિવસે મળે છે.

ઉપરાંત સાબુ, શેમ્પુ, લીક્વિડ, વગેરે ઉદ્યોગોમાં જરૂરીયાત મુજબ માલસામાન પહોંચતો કરવો પડ્યો. આથી વેપારમાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે. ગ્રાહકને માલસામાનની ખરીદી કરવી છે પરંતુ 2 હજારની નોટનાં છુટ્ટા હોવાને કારણે માલસામાન પડ્યો રહે છે. રોજબરોજની કમાણી કરતા ઉદ્યોગોને ઉધારમાં કામ કરવું પોસાય તેમ નથી. જેનાં કારણે સ્વરોજગારીની સંસ્થામાં કામ કરતા લોકો આર્થિક ભીંસમાં સપડાયા છે. હવે કયારે સારા દિવસો આવે તેની સૌ કોઇ વાટ જોઇ રહ્યા છે.

છુટ્ટાનાં અભાવે 50 ટકા સામાન પડ્યો રહ્યો

કામદારોને ચાલુ માસે છુટ્ટા પૈસા આપીશું

વખતે પરિક્રમામાં મધનું વેંચાણ થયું

20 દિવસથી કામ મળવામાં રજા જેવો માહોલ

નોટબંધીની કોને શું અસર થઇ

અન્ય સમાચારો પણ છે...