તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે તો કારખાનાં ચાલુ થાય તો ઘર ચાલી શકે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુશ્કેલી એક સાથે આવી પડી

રત્ન કલાકારે 3000 ઉછીના લઇ મહિનો દિવસ ઘર ચલાવ્યું

તા.8નવેમ્બરે 500-1000ની જૂની ચલણી નોટ બંધ થવાનાં નિર્ણય બાદ આંગડીયા પેઢીઓએ નાણાંકીય લેવડ-દેવડ બંધ કરી દીધી. જેનાં કારણે હિરા ઉદ્યોગને પણ અસર થઇ. કારખાનાઓ બંધ થતાં જે લોકો માત્ર હિરાઘસીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે એવા રત્ન કલાકારો માટે ઘર ચલાવવું મુશ્કેલ થઇ પડ્યું છે. આવા એક રત્ન કલાકાર પરસોતમભાઇ દેવજીભાઇ લક્કડ છેલ્લા એક મહિનાથી ઉછીનાં લીધેલા 3000 રૂપિયામાં પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. તેઓ કહે છે, ઘરમાં બે દિકરા છે. એક ટીવાય બીકોમમાં છે. જેની ફી 10,000 છે અને બીજો દિકરો ધો-12 સાયન્સ બી ગૃપમાં અભ્યાસ કરે છે. જેની ફી 50,000 છે. નોટબંધી બાદ દરરોજ 400 રૂપિયાનું કામ બંધ થઇ ગયુ. અને સમયે માતાનાં પગમાં ફેકચર થતા સિવીલ હોસ્પિટલમાં સારવાર આપવી પડી. દવા લેવાનાં ફાંફા, 30 તારીખે પાછો કુંટુંબમાં લગ્ન પ્રસંગ છે. તેમાં વ્યવહાર કેમ કરવો એની ચિંતા સતાવી રહી છે. પરસોતમભાઇ કહે છે, હવે તો કારખાના શરૂ થાય તો ઘરનું ગાડું ગબડે. એમ તેમણે ભારે વ્યથાપૂર્વક જણાવ્યું હતુ. સ્થિતિ ઘેર-ઘેર જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...