તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ચેન્જીંગ માટે રૂમો ખોલાવવા ગયા\'તા અધિકારીઓ : કમિશ્નર

ચેન્જીંગ માટે રૂમો ખોલાવવા ગયા\'તા અધિકારીઓ : કમિશ્નર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંગિરનાર રોડ પર આવેલા પવિત્ર દામોદર કુંડ ખાતે બનાવાયેલી રૂમો ખોલાવવા આજે મનપાનાં અધિકારીઓ પહોંચ્યા હતા. જોકે, ત્યાં તીર્થગોરોએ વિરોધ કરતાં તેઓ પરત ફર્યા હતા. પવિત્ર દામોદર કુંડ ખાતે બનાવવામાં અાવેલી રૂમો ખોલાવવા આજે મનપાનાં અધિકારીઓ ડોડીયા અને વાણીયા પહોંચ્યા હતા. જોકે, તીર્થગોરોએ તેમને ફાળવવામાં આવેલી રુમો હોવાનું કહેતાં તેઓ પરત ફર્યા હતા. અંગે ભાજપનાં કોર્પોરેટર અને તીર્થગોર નિર્ભય પુરોહિતે કહ્યું હતું કે, છેક કમિશ્નર આર. કે. પાઠકનાં વખતથી તીર્થગોરોને રુમો ફાળવાયેલી છે. જેમાં પૂજાનો સામાન ઉપરાંત યજમાનોની નામાવલી વગેરે સચવાયેલું હોય છે. રૂમોમાં કોઇ કપડાં બદલવા આવે તો અમે ના પણ પાડતા નથી. પરંતુ મનપા તંત્ર અમારી સાથે ઓરમાયું વર્તન દાખવે છે. પરિક્રમા, મહાશિવરાત્રિનાં મેળા વખતે પણ તીર્થગોરો પ્રજાની સગવડ સાચવે છે. અગાઉ ફોરટ્રેક રોડ પહોળો બનાવતી વખતે પોતાની રૂમો પણ તેમાં જતી કરી છે. ત્યારે હવે આવું શા માટે કરાય છે એવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો છે.

શું કહે છે કમિશ્નર ?

અન્ય સમાચારો પણ છે...