તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

50 હજારની ઉઘરાણી કરતા મારમાર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢશહેરમાં 50 હજાર રોકડની ઉઘરાણી કરતા આરોપીએ મારમાર્યાની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ઉછીનાં પૈસાની લેવડદેવડ કરતા મારી નાંખવાની ધમકી મળી હતી.

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ સુબોધ નગર- 14 સાંઇબાબાવાળી ગલી ખાતે રહેતા ફરીયાદી સામતભાઇ રણમલભાઇ ગોરાણીયા(ઉ.45)એ સાંઇબાબા મંદિર સામે રહેતા મહેશ મનસુખભાઇ પરમાર ઉર્ફે લાલો દરબાર સામે ઉછીનાં પૈસાની લેતી દેતી મુદ્દે ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદીએ આરોપીને અગાઉ રૂ. 50 હજાર ઉછીના આપ્યા હતા. જેની ઉઘરાણી કરતા આરોપીએ ફરીયાદીને બિભત્સ શબ્દો કહી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ હરિદ્વાર એપાર્ટમેન્ટની સીડી ઉપર બન્યો હોવાનું ફરીયાદમાં જણાવ્યું છે. બનાવની ફરીયાદ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જેની તપાસ એએસઆઇ એ.બી.સારોલા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...