તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • પુરીનાં શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીજીની જૂનાગઢવાસીઓ સાથે વિચાર ગોષ્ઠિ

પુરીનાં શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીજીની જૂનાગઢવાસીઓ સાથે વિચાર ગોષ્ઠિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુઓ દેશમાં છલનાથી ધર્મભ્રષ્ટ થઇ રહ્યા છે. એક રાજકીય ષડયંત્ર છે. જ્યારે શાસનતંત્ર દિશાવિહીન હોય તો ધર્માંતરણ થઇ શકે. વૈચારિક ક્રાંતિ, ઉત્કૃષ્ટ વિચારનાં બળથીજ તેને રોકી શકાય. કોંગ્રેસની સરકારે 3 વર્ષ પહેલાં જૈનોને લઘુમતી ઘોષિત કરી કલમનાં એકજ ઝાટકે લાખ્ખો-કરોડો હિન્દુઓને વિધર્મી બનાવી દીધા. રીતે બંધારણની કલમનો ભંગ કર્યો જેમાં એવું સ્પષ્ટ દર્શાવાયું છે કે, હિન્દુ તેમજ બૌદ્ધ, જૈન, શીખ, તમામ સંપ્રદાયોમાં માનતા હોય તેઓ હિન્દુ છે. એમ જગન્નાથપુરી સ્થિત ગોવર્ધન મઠનાં શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીજીએ જૂનાગઢ ખાતે આજે વિચાર ગોષ્ઠિમાં પૂછાયેલા સવાલનો જવાબ આપતાં કહ્યું હતું. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, હાલ ભારતમાં જે શિક્ષણપદ્ધતિ પ્રવર્તમાન છે એને લીધે તમારૂં મસ્તક 2 ટકા જેટલું પણ હિન્દુત્વ નહીં ધરાવી શકે. જ્યારે ભાજપ અગ્રણી પ્રદિપભાઇ ખીમાણીએ પૂછેલા કાશ્મીરની સમસ્યા અંગેનાં સવાલનાં જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, જો સરદારે ગાંધીજીની કાશ્મીર સમસ્યાનો હલ નહેરુ પર છોડી દેવાની વાત માની હોત તો અને પોતાની રીતે તેની સમસ્યા ઉકેલી હોત તો આજે સમસ્યા હોત. પાકિસ્તાન 14 ઓગષ્ટ 1947 થી જે રસ્તે ચાલે છે રસ્તે તેનું અસ્તિત્વ બહુ લાંબું નહીં ટકે. તેને ભારત વિરૂદ્ધ ભડકાવનાર અમેરિકા અને બ્રિટનનો પણ અપકર્ષ નક્કી છે. આગામી સમયમાં પાકિસ્તાન આપણું હશે. મને કહેતાં દુ:ખ થાય છે કે, આજે સ્વતંત્ર ભારતમાં પણ હિન્દુઓ એક નંબરનાં નાગરિક નથી. વર્તમાન પ્રધાનમંત્રી પોતાની સુઝબુઝ ઉદ્ભાષિત કરે. તેમણે તકે અન્ય પ્રશ્નોનાં પણ ઉત્તર આપ્યા હતા.

વિચાર ગોષ્ઠિ માટે ઉમટેલા જૂનાગઢ વાસીઓ. તસ્વીર: મેહુલ ચોટલીયા

શંકરાચાર્ય સાથેની વિચાર ગોષ્ઠિ

અન્ય સમાચારો પણ છે...