• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • કોમર્શિયલ ર્કોમ્પલેક્ષ,હોસ્પિટલ હોટેલમાં ફાયર સેફ્ટી અંગે ચેકીંગ થશે

કોમર્શિયલ ર્કોમ્પલેક્ષ,હોસ્પિટલ હોટેલમાં ફાયર સેફ્ટી અંગે ચેકીંગ થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢફાયર શાખા દ્વારા ફાયરસેફ્ટીના નિયમનું પાલન કરવા અંગે પરિપત્ર બહાર પાડ્યા બાદ આજથી શહેરના કોમર્શિયલ કોમ્પલેક્ષ,હોસ્પિટલ,હોટેલ તેમજ હાઇ રાઇટ્સ બિલ્ડિંગ વિગેરેમાં ઓડિટ ઇન્સ્પેક્શન હાથ ધરાશે.

જૂનાગઢ મ્યુનિસિપલ વિસ્તારમાં આગ અને અકસ્માતના બનાવ બને તે સમયે માનવ જીંદગી જોખમાય તે માટે મિલ્કતધારકોને ફાયર સેફ્ટી અંગે મનપા કચેરી પાસેથી જરૂરી પ્રમાણપત્ર મેળવવાનું રહે છે. તેમજ સમયાંતરે તેનું મેન્ટનન્સ કરવું પડે છે. બાબત અંગે જૂનાગઢ ફાયર શાખા દ્વારા અગાઉ ફાયરસેફ્ટી ને લગતા નિયમોનું પાલન કરવા અંગે પરિપત્ર બહાર પાડ્યા હતા. અને મિલ્કતધારકોને તેનો અમલ કરવા જણાવ્યું હતુ.આ અંગે કમિશ્નર વી.જે રાજપુતના આદેશથી ફાયર સુપ્રિન્ટેન્ડેન્ટ સ્વસ્તિક સિંહ જાડેજા દ્વારા એક વીજલીન્સ સ્ક્વોડ બનાવી શહેરની કોમર્શીયલ કોમ્પલેક્ષ,હોસ્પિટલ્સ,હોટેલ્સ,અને બહુમાળી મકાનમાં ફાયર સેફ્ટી મેનેજમેન્ટ અંગે ઓડીટ અને ઇન્સ્પેક્શન કામગીરીનો આજથી પ્રારંભ કરવામાં આવશે.

શહેરના વિવિધ વિસ્તારની બિલ્ડિંગના ચેકિંગમાં ફાયરસેફ્ટી નિયમનું પાલન કરનાર મિલ્કતધારકને પ્રથમ નોટીસ આપવામાં અાવશે બાદમાં તેને દંડ ફટકારવા અથવા મિલ્કત સીલ કરવા સુધીના પગલા ભરાશે.

ચેકિંગ સમયે રાખવાના જરૂરી દસ્તાવેજ

અન્ય સમાચારો પણ છે...